મહેસાણા જિલ્લા પંચાયત માટે ભાજપે હોદ્દેદારોના નામ જાહેર કર્યા
મહેસાણા, 22 મે (હિ.સ.) : મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત વિવિધ મહત્વપૂર્ણ હોદ્દાઓ માટે ભાજપ દ્વારા સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. ભાજપ હાઈકમાન્ડ તરફથી મળેલા મેન્ડેડના આધારે આજે તમામ ઉમેદવારોએ વિધિવત રીતે ઉમેદવારી ફોર્
મહેસાણા જિલ્લા પંચાયત માટે ભાજપે હોદ્દેદારોના નામ જાહેર કર્યા


મહેસાણા, 22 મે (હિ.સ.) : મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત વિવિધ મહત્વપૂર્ણ હોદ્દાઓ માટે ભાજપ દ્વારા સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. ભાજપ હાઈકમાન્ડ તરફથી મળેલા મેન્ડેડના આધારે આજે તમામ ઉમેદવારોએ વિધિવત રીતે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. સમગ્ર પ્રક્રિયા દરમિયાન પક્ષના આગેવાનો, સાંસદો અને ધારાસભ્યોની ઉપસ્થિતિને કારણે ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો.

ભાજપ દ્વારા પ્રમુખ પદ માટે ખરોડના નીતિન પટેલનું નામ નક્કી કરવામાં આવ્યું છે, જ્યારે ઉપપ્રમુખ પદ માટે માસંગજી ઠાકોરે ઉમેદવારી નોંધાવી છે. ઉપરાંત કારોબારી ચેરમેન તરીકે હસમુખભાઈ ચૌધરી, દંડક તરીકે ભરતભાઈ દેસાઈ અને ઉપનેતા તરીકે વીણાબેન ધનાજી ભાટીની પસંદગી કરવામાં આવી છે.

ઉમેદવારી ફોર્મ ભરવાના પ્રસંગે ભાજપ જિલ્લા પ્રમુખ ગિરીશ રાજગોર અને જિલ્લા પ્રભારી ભરત ડાંગર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે તમામ ઉમેદવારોને શુભેચ્છા પાઠવી હતી. આ ઉપરાંત જિલ્લાના સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક આગેવાનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

ભાજપ દ્વારા અનુભવી અને સંગઠન સાથે લાંબા સમયથી જોડાયેલા કાર્યકરોને જવાબદારી સોંપાતા પક્ષમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande