બેચરાજી ITIમાં વિવિધ કોર્ષ માટે ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા શરૂ
મહેસાણા, 22 મે (હિ.સ.) : મહેસાણા જિલ્લાના બેચરાજી સ્થિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ખાતે વિવિધ વ્યવસાયલક્ષી કોર્ષમાં પ્રવેશ માટે ઓનલાઇન અરજી પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ટેક્નિકલ શિક્ષણ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે આ મહત્વપૂર્ણ તક માનવામ
બેચરાજી ITIમાં વિવિધ કોર્ષ માટે ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા શરૂ


મહેસાણા, 22 મે (હિ.સ.) : મહેસાણા જિલ્લાના બેચરાજી સ્થિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ખાતે વિવિધ વ્યવસાયલક્ષી કોર્ષમાં પ્રવેશ માટે ઓનલાઇન અરજી પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ટેક્નિકલ શિક્ષણ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે આ મહત્વપૂર્ણ તક માનવામાં આવી રહી છે.

પ્રવેશ ઇચ્છુક ઉમેદવારોએ ગુજરાત ITI એડમિશન પોર્ટલ https://itiadmission.gujarat.gov.in પર જઈ ઓનલાઇન અરજી ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ ઉમેદવારોએ જરૂરી અસલ દસ્તાવેજો સાથે નજીકની સરકારી ITI ખાતે હાજર રહી ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરાવવાની રહેશે. સાથે જ અરજીના રજીસ્ટ્રેશન માટે રૂ. ૫૦ ફી પણ ભરવાની રહેશે.

સંસ્થા દ્વારા જણાવ્યા મુજબ પ્રથમ રાઉન્ડ માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૨૩-૦૬-૨૦૨૬ નક્કી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને સમયમર્યાદા પહેલા અરજી પ્રક્રિયા પૂર્ણ કરવા અપીલ કરવામાં આવી છે.

ઔદ્યોગિક તાલીમ સંસ્થા, બેચરાજી ખાતે વિવિધ ટેક્નિકલ અને વ્યવસાયલક્ષી કોર્ષ ઉપલબ્ધ હોવાથી દર વર્ષે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પ્રવેશ લેતા હોય છે. વધુ માહિતી માટે ઉમેદવારોને આચાર્ય, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, બેચરાજીનો સંપર્ક કરવા જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande