નિફ્ટ ગાંધીનગર દ્વારા “ધ બોટમલાઇન 2026” ગ્રેજ્યુએશન શોકેસનું આયોજન
ગાંધીનગર, 22 મે (હિ.સ.) “The Bottomline 2026” નિફ્ટ ગાંધીનગરના માસ્ટર ઓફ ફેશન મેનેજમેન્ટ (MFM) બેચના ગ્રેજ્યુએશન પ્રોજેક્ટ પ્રેઝન્ટેશન્સનું પ્રતિનિધિત્વ કરે છે, જેમાં 37 સ્નાતક વિદ્યાર્થીઓના નવીન અને ઉદ્યોગલક્ષી પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવ્યા. ડ
NIFT


NIFT


ગાંધીનગર, 22 મે (હિ.સ.) “The Bottomline 2026” નિફ્ટ ગાંધીનગરના માસ્ટર ઓફ ફેશન મેનેજમેન્ટ (MFM) બેચના ગ્રેજ્યુએશન પ્રોજેક્ટ પ્રેઝન્ટેશન્સનું પ્રતિનિધિત્વ કરે છે, જેમાં 37 સ્નાતક વિદ્યાર્થીઓના નવીન અને ઉદ્યોગલક્ષી પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવ્યા. ડૉ. રાજ કુમાર જયસવાલે ઉદ્યોગ જગતના આગેવાનો, પ્રાધ્યાપકો, મહેમાનો અને 2026ની ગ્રેજ્યુએટિંગ બેચનું “The Bottom Line” – માસ્ટર ઓફ ફેશન મેનેજમેન્ટ બેચ 2024–26 ના ગ્રેજ્યુએશન પ્રોજેક્ટ શોકેસમાં હાર્દિક સ્વાગત કર્યું.

પોતાના સંબોધનમાં તેમણે ડિઝાઇન, મેનેજમેન્ટ અને સર્જનાત્મક શિક્ષણ ક્ષેત્રે નિફ્ટની પ્રતિષ્ઠિત પરંપરાને ઉજાગર કરી તેમજ વિદ્યાર્થીઓની મહેનત, સર્જનાત્મકતા અને સમર્પણની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે ફેશન મેનેજમેન્ટ સ્ટડીઝ વિભાગના 37 વિદ્યાર્થીઓએ ફ્લિપકાર્ટ, મિન્ત્રા, રિલાયન્સ રિટેલ, PVH, PUMA, ASICS, Skechers અને Levi Strauss & Co. જેવી અગ્રણી સંસ્થાઓ સાથે ઉદ્યોગલક્ષી ગ્રેજ્યુએશન પ્રોજેક્ટ્સ પૂર્ણ કર્યા છે.

ડૉ. જયસવાલે ભારપૂર્વક જણાવ્યું કે આ શોકેસ વિદ્યાર્થીઓના શૈક્ષણિક અભ્યાસ સાથે વાસ્તવિક વ્યવસાયિક પડકારોને સમજવાની તેમની ક્ષમતાનું પ્રતિબિંબ છે અને

આ કાર્યક્રમ ઉદ્યોગ-શૈક્ષણિક સહયોગ તથા અર્થપૂર્ણ ચર્ચાઓને પ્રોત્સાહન આપશે તેવી આશા વ્યક્ત કરી.

આ કાર્યક્રમનું ઉદ્ઘાટન પ્રો. ડૉ. સમીર સૂદ, ડિરેક્ટર, નિફ્ટ ગાંધીનગરના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે સુન્દીપ સિંહ (HR Head, Renee Cosmetics), ભાવના ઓઝા (HR Manager, Arvind Limited), કૃતિ પટેલ (Founder, She & We), શ્વેતા પટેલ (Founder, Fashion Floor India), અરુણ કુમાર પરાસરામપુરિયા (Promoter, Suzuki Suiting Pvt. Ltd.), અલીન શાહ (Owner, Tales and Stories), પૂજા શુક્લા (Founder & Managing Director, Vedic Apparels Private Limited), સ્વપ્નિલ સોની (Founder, Studio Carbon) તથા શોભિત ત્યાગી (Founder Director, Pumraw Consultancy Pvt. Ltd. and Shashwat HR) સહિતના પ્રતિષ્ઠિત ઉદ્યોગ નિષ્ણાતો અને વક્તાઓ ઉપસ્થિત રહ્યા. શોકેસમાં માસ્ટર ઓફ ફેશન મેનેજમેન્ટ કાર્યક્રમના વિદ્યાર્થીઓએ અગ્રણી ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ, એનજીઓ, સંશોધન સંસ્થાઓ અને ઇન્ડસ્ટ્રી પાર્ટનર્સ સાથે મળીને વિકસાવેલા નવીન, ઉદ્યોગલક્ષી અને ભવિષ્યમુખી પ્રોજેક્ટ્સ રજૂ કર્યા.

પ્રો. ડૉ.સમીર સૂદે જણાવ્યું કે ભારત ઝડપી ગતિએ વિકાસ પામી રહેલું અને અઢળક તકો ધરાવતું રાષ્ટ્ર બની રહ્યું છે, જે વાત કાર્યક્રમમાં ઉપસ્થિત ઉદ્યોગ નિષ્ણાતોના વિચારોમાં સ્પષ્ટપણે પ્રતિબિંબિત થઈ હતી. તેમણે “નવું ભારત” અને વિકસતું ઉત્તર પ્રદેશ યુવા પેઢી માટે વિશાળ સંભાવનાઓ ધરાવતું ગતિશીલ અને મહત્ત્વાકાંક્ષી પર્યાવરણ રજૂ કરે છે એમ જણાવ્યું. તેમણે નિફ્ટના વિવિધ ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા કાર્યની પ્રશંસા કરી અને સ્પષ્ટ કર્યું કે સ્કૂલ ઓફ ફેશન મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ મુખ્યત્વે ડિઝાઇનર્સ નહીં પરંતુ ફેશન ઉદ્યોગના વ્યવસાયિક પાસાંનું સંચાલન કરવા માટે તાલીમ પ્રાપ્ત વ્યાવસાયિકો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે નિફ્ટ માત્ર ડિઝાઇન સંસ્થા જ નહીં પરંતુ Design, Management અને Technology ને સમર્પિત સંસ્થા છે. તેમણે જણાવ્યું કે નિફ્ટમાં ટેક્નોલોજી, પ્રોડક્ટિવિટી અને કાર્યક્ષમતા વધારવા માટેના વિભાગો સાથે ડિઝાઇન કાર્યક્રમો તથા માસ્ટર ઓફ ફેશન મેનેજમેન્ટ કાર્યક્રમ કાર્યરત છે, જે ફેશન વ્યવસાયના વ્યૂહાત્મક અને મેનેજમેન્ટ પરિમાણો પર કેન્દ્રિત છે.

પ્રો. ડૉ.સમીર સૂદે ટેક્સટાઇલ અને એપેરલ ઉદ્યોગને દેશના સૌથી મોટા રોજગાર સર્જનારા ક્ષેત્રોમાંનું એક ગણાવ્યું, ખાસ કરીને ગ્રામ્ય અને મૂળસ્તરે. તેમણે જણાવ્યું કે નિકાસમાં વધારો રોજગારી વધારવામાં અને બેરોજગારી ઘટાડવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપશે. તેમણે ભારત સરકારના export-led growth પરના ધ્યાનનો ઉલ્લેખ કરતાં “3Ts” — Textiles, Tourism અને Technology — ને ભારતના વિકાસના મુખ્ય સ્તંભો તરીકે વર્ણવ્યા. તેમણે હસ્તકલા અને કારીગર ક્ષેત્રને ભારતની ધરોહર અને ઓળખનો અભિન્ન ભાગ ગણાવ્યો. તેમણે જણાવ્યું કે ભારતની ટેક્સટાઇલ પરંપરાએ દેશને “સ્વર્ણિમ ભારત” બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું અને હસ્તનિર્મિત ઉત્પાદનોની અનન્યતા અને વિશિષ્ટતા કારણે આ ક્ષેત્ર આજે પણ વિશાળ સંભાવનાઓ ધરાવે છે. વિશ્વના લગભગ 95% handwoven fabrics માં ભારતના યોગદાનને તેમણે રાષ્ટ્રીય ગૌરવ ગણાવ્યું.

કાર્યક્રમ દરમિયાન Vedic Apparels Private Limited ની Founder અને Managing Director પૂજા શુક્લાએ પોતાની પ્રેરણાદાયક ઉદ્યોગસાહસિક સફર શેર કરી અને વિદ્યાર્થીઓને પોતાના વિચારો પર વિશ્વાસ રાખી પડકારો સામે અડગ રહેવા પ્રોત્સાહિત કર્યા. તેમણે જણાવ્યું કે 2008માં માત્ર ₹5 લાખના seed investment, એક salesperson અને એક tailor સાથે તેમણે પોતાના બ્રાન્ડની શરૂઆત કરી હતી. અમદાવાદમાં તાજેતરમાં સ્થળાંતર કર્યા બાદ અને મર્યાદિત ઓળખાણ હોવા છતાં, શહેરના હવામાનને અનુરૂપ premium designer cotton wear માટે બજારમાં રહેલી જરૂરિયાતને ઓળખી તેમણે આ વિચારને આગળ વધાર્યો. તેમણે સમજાવ્યું કે કેવી રીતે તેમણે રાજસ્થાનમાંથી premium cotton fabrics મેળવી અમદાવાદના CG Road નજીક નાનું બૂટિક શરૂ કર્યું. શરૂઆતમાં નાણાકીય અને કામગીરી સંબંધિત મુશ્કેલીઓનો સામનો કર્યા બાદ તેમણે exhibitions અને trade showcases માં ભાગ લેવાનું શરૂ કર્યું અને પ્રથમ વર્ષમાં લગભગ 75 એક્ઝિબિશનમાં ભાગ લીધો. આ અનુભવોથી તેમને ગ્રાહકોની પસંદગી સમજવામાં અને આત્મવિશ્વાસ વધારવામાં મદદ મળી. બાદમાં Central, Shoppers Stop અને રિલાયન્સ જેવી મોટી રિટેલ ચેઇન એ તેમના ઉત્પાદનોમાં રસ દર્શાવ્યો, જેના પરિણામે તેમનું બ્રાન્ડ ઝડપથી લોકપ્રિય બન્યું. વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે જણાવ્યું કે જ્યાં તેમણે મર્યાદિત સંસાધનો અને માર્ગદર્શન વિના પોતાની સફર શરૂ કરી હતી, ત્યાં આજના વિદ્યાર્થીઓને વિશ્વસ્તરીય શિક્ષણ, અનુભવી ફેકલ્ટી અને ઇન્ડસ્ટ્રી exposure પ્રાપ્ત છે. તેમણે વિદ્યાર્થીઓને મોટા સપના જોવાનું, આત્મવિશ્વાસી અને સંકલ્પબદ્ધ રહેવાનું પ્રોત્સાહન આપ્યું.

Studio Carbon ના ફાઉન્ડર સ્વપ્નિલ સોનીએ “The Bottom Line” ના મૂળ અર્થ પર વિચાર વ્યક્ત કરતાં જણાવ્યું કે સફળતાનું મૂલ્યાંકન માત્ર નફાથી નહીં પરંતુ લોકો અને સમાજ પર થતા સકારાત્મક પ્રભાવથી થવું જોઈએ. તેમણે વિદ્યાર્થીઓના નવીન પ્રોજેક્ટ્સ, insights અને problem-solving approaches ની પ્રશંસા કરી અને જણાવ્યું કે ડિઝાઇન અને મેનેજમેન્ટનું સાચું તત્વ માનવીય અનુભવોને સમજવામાં અને અર્થપૂર્ણ value creation માં છે.

આ કાર્યક્રમ નિફ્ટ ગાંધીનગરની એવી સતત પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે, જે ક્રિએટિવિટી સાથે purpose, technology સાથે innovation અને મેનેજમેન્ટ સાથે strategic vision ને જોડતા future-ready professionals તૈયાર કરે છે અને ભારતના ફેશન ઈકોસિસ્ટમના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande