પ્રાકૃતિક કૃષિ: નુકસાનકારક જીવાતનું જૈવિક નિયંત્રણ અને મિત્રકીટકોનું સંવર્ધન જરૂરી
બોટાદ, 22 મે (હિ.સ.) : પ્રાકૃતિક ખેતી એટલે પ્રકૃતિના મૂળભૂત સિદ્ધાંતોને અનુસરીને કરવામાં આવતી ખેતી પદ્ધતિ. આ ખેતીનો મુખ્ય આધાર દેશી ગાયનું ગોબર અને ગૌમૂત્ર છે, જેના થકી ઓછા ખર્ચે મબલખ પાક મેળવી શકાય છે. આ પદ્ધતિની ખાસિયત એ છે કે, તેમાં પાકની વૃદ્ધિ
ખેતી


બોટાદ, 22 મે (હિ.સ.) : પ્રાકૃતિક ખેતી એટલે પ્રકૃતિના મૂળભૂત સિદ્ધાંતોને અનુસરીને કરવામાં આવતી ખેતી પદ્ધતિ. આ ખેતીનો મુખ્ય આધાર દેશી ગાયનું ગોબર અને ગૌમૂત્ર છે, જેના થકી ઓછા ખર્ચે મબલખ પાક મેળવી શકાય છે. આ પદ્ધતિની ખાસિયત એ છે કે, તેમાં પાકની વૃદ્ધિ માટે જરૂરી કોઈપણ ઇનપુટ (ખેત સામગ્રી) બહારથી ખરીદવા પડતા નથી. ખેડૂતો કુદરતી સામગ્રીનો ઉપયોગ કરીને જાતે જ ખાતર અને અન્ય જરૂરિયાતો તૈયાર કરે છે, જેનાથી ખેતી ખર્ચમાં ઘટાડો થાય છે અને જમીનની ફળદ્રુપતા પણ જળવાય છે.

જો પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતોનું સંપૂર્ણ પાલન કરવામાં આવે તો ખેતરમાં રોગ-જીવાત આવવાની શક્યતા નહિવત થઈ જાય છે. કુદરતે જીવસૃષ્ટિમાં નુકસાનકારક જીવો કરતા ઉપયોગી મિત્રકીટકોની સંખ્યા વધુ બનાવી છે. આ પદ્ધતિથી માંસાહારી જીવોનું રક્ષણ થાય છે. આવા જીવો નુકસાનકારક કીટકોનું કુદરતી રીતે જ નિયંત્રણ કરે છે. ખેતરમાં ચોક્કસ અંતરે સરગવો, મકાઈ, ગલગોટા, સૂર્યમુખી અને તુવેર જેવા પાકો વાવવાથી મિત્રકીટકો વધે છે અને પક્ષીઓનો વિસામો બનતા, ઇયળોનું કુદરતી જૈવિક નિયંત્રણ કરે છે.જો કે રાસાયણિક ખેતીમાંથી પ્રાકૃતિક ખેતી તરફ વળતી વખતે પ્રથમ વર્ષે ભૂતકાળની વિપરીત અસરો અથવા ખેતી કાર્યમાં રહી જતી ક્ષતિઓને કારણે જીવાત આવવાની સંભાવના રહે છે. આ માટે પ્રાકૃતિક કૃષિમાં ઝેરી, કડવી અને તીખી વનસ્પતિઓના અર્કમાંથી બનાવેલા વિશિષ્ટ જંતુનાશક દવાનો ઉપયોગ કરવામાં આવે છે. આ દવાનો સમયાંતરે છંટકાવ કરવાથી કોઈપણ પ્રકારના રાસાયણિક ઝેર વગર પાકને સંપૂર્ણ સુરક્ષિત રાખી શકાય છે, જે પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય - બંને માટે હિતકારી છે.ગુજરાત રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને જન આંદોલન બનાવવામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું યોગદાન અત્યંત મહત્વનું રહ્યું છે. તેઓ પ્રાકૃતિક ખેતીના હિમાયતી છે અને ગામેગામ ફરીને ખેડૂતોને આ પદ્ધતિ અપનાવવા પ્રેરિત કરી રહ્યા છે. ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ આજે હજારો ખેડૂતો રાસાયણિક ખેતી છોડી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે અને અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બની રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande