રાજ્યસભાની 24 બેઠકો પર ચૂંટણી અને બે બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત, 18 જૂન ના મતદાન
નવી દિલ્હી, 22 મે (હિ.સ.) : ચૂંટણી પંચે જૂન-જુલાઈમાં નિવૃત્ત થનારા રાજ્યસભાના સભ્યોની 24 બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણી અને મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં ખાલી પડેલી બે બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત કરી છે. તમામ બેઠકો માટે મતદાન 18 જૂન ના થશે અને તે જ
Elections to 24 Rajya Sabha seats and by-elections to two seats announced, voting on June 18


નવી દિલ્હી, 22 મે (હિ.સ.) : ચૂંટણી પંચે જૂન-જુલાઈમાં નિવૃત્ત થનારા રાજ્યસભાના સભ્યોની 24 બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણી અને મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં ખાલી પડેલી બે બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત કરી છે. તમામ બેઠકો માટે મતદાન 18 જૂન ના થશે અને તે જ દિવસે પરિણામો જાહેર કરવામાં આવશે.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણી યોજાશે. આ બેઠકો પર વર્તમાન સભ્યોનો કાર્યકાળ જૂન અને જુલાઈમાં સમાપ્ત થાય છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં રાજ્યસભાની એક-એક બેઠક ખાલી પડવાને કારણે પેટાચૂંટણી પણ યોજાશે.

મહારાષ્ટ્રની બેઠક 6 મે ના સુનેત્રા અજિત પવારના રાજીનામાને પગલે અને 7 મે ના સી.વી. ષણમુગમના રાજીનામાને પગલે તમિલનાડુની બેઠક ખાલી પડી હતી. બે બેઠકોની મુદત અનુક્રમે 4 જુલાઇ 2028 અને 29 જૂન 2028 હતી.

આયોગના સમયપત્રક અનુસાર ચૂંટણી માટેનું જાહેરનામું 1 જૂન ના બહાર પાડવામાં આવશે. નામાંકન દાખલ કરવાની છેલ્લી તારીખ 8 જૂન નક્કી કરવામાં આવી છે જ્યારે કાગળોની ચકાસણી 9 જૂન ના થશે. ઉમેદવાર 11 જૂન ના તેમના નામ પાછા ખેંચી શકશે. મતદાન સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી 18 જૂન ના થશે અને તે જ દિવસે સાંજે 5 વાગ્યાથી મતગણતરી થશે.

ચૂંટણી પ્રક્રિયા 20 જૂન ના પૂર્ણ થશે.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર આંધ્રપ્રદેશ, ગુજરાત અને કર્ણાટકની ચાર-ચાર બેઠકો, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની ત્રણ-ત્રણ બેઠકો, ઝારખંડની બે બેઠકો અને મણિપુર, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ અને મેઘાલયની એક-એક બેઠક માટે મતદાન થશે.

રાજ્યસભામાંથી નિવૃત્ત થનારા સભ્યોમાં આંધ્ર પ્રદેશના અયોધ્યા રામી રેડ્ડી અલ્લા, નાથવાની પરિમલ, પિલ્લી સુભાષ ચંદ્ર બોઝ અને સના સતીશ બાબુના નામ સામેલ છે.

ગુજરાતમાંથી રામ હરજીભાઈ મોકરિયા, અમીન નરહરી હીરાભાઈ, ગોહિલ શક્તિસિંહજી હરિચંદ્રસિંહજી અને રમીલા બેચરભાઈ બારા. ઝારખંડના દીપક પ્રકાશ અને શિબુ સોરેન. મધ્યપ્રદેશથી દિગ્વિજય સિંહ, જ્યોર્જ કુરિયન અને સુમેર સિંહ સોલંકી. મણિપુરના મહારાજા સાનાજાઓબા લીશેમ્બા. મેઘાલયના વાનવેઇરોય ખારલુખી. રાજસ્થાનથી નીરજ ડાંગી, રાજેન્દ્ર ગેહલોત અને રવનીત સિંહ. અરુણાચલ પ્રદેશના નબામ રેબિયા. કર્ણાટકમાંથી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ વડાપ્રધાન એચ. ડી. દેવગૌડા, નારાયણ કોરગપ્પા અને એરન્ના કડાડી ચૂંટણી મેદાનમાં છે. મિઝોરમના કે. વનલાલવેનાનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર/સુશીલ કુમાર/અનુપ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande