સમસ્ત ફકીર સમાજ દ્વારા ઉમ્મતી & ઉન્નતિ ટ્રસ્ટના અગેવાનોનું સન્માન.
પોરબંદર, 22 મે (હિ.સ.) પોરબંદરમાં ઉમ્મતી & ઉન્નતિ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત નવમાં સમૂહ શાદી કાર્યક્રમના સફળ આયોજન બદલ સમસ્ત ફકીર જમાતના હોદેદારો દ્વારા ટ્રસ્ટના આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સમૂહ શાદીમાં 30 દુલ્હા-દ
સમસ્ત ફકીર સમાજ દ્વારા ઉમ્મતી & ઉન્નતિ ટ્રસ્ટના અગેવાનોનું સન્માન.


સમસ્ત ફકીર સમાજ દ્વારા ઉમ્મતી & ઉન્નતિ ટ્રસ્ટના અગેવાનોનું સન્માન.


પોરબંદર, 22 મે (હિ.સ.) પોરબંદરમાં ઉમ્મતી & ઉન્નતિ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત નવમાં સમૂહ શાદી કાર્યક્રમના સફળ આયોજન બદલ સમસ્ત ફકીર જમાતના હોદેદારો દ્વારા ટ્રસ્ટના આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ સમૂહ શાદીમાં 30 દુલ્હા-દુલ્હન નિકાહ પઢી પવિત્ર બંધનમાં જોડાયા હતા. ત્યારે વિશાળ સંખ્યામાં યોજાયેલા આ કાર્યક્રમને પોરબંદરના ઐતિહાસિક સમૂહ શાદી તરીકે પણ બિરદાવવામાં આવ્યો હતો. સમસ્ત ફકીર જમાતના પ્રમુખ ડાડાભાઈ જીંદા, ઉપપ્રમુખ અબ્દુલ રાવડા, ઉપપ્રમુખ ઈદ્રીસ રાવડા,સેક્રેટરી ફારૂક રાવડા, જો. સેક્રેટરી હનીફ દુફાની તથા ઓડિટર હસનેન રાવડા સહિતના હોદેદારો દ્વારા ટ્રસ્ટના આગેવાનોને સાફો બાંધી અને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા.તેમજ આ પ્રસંગે ટ્રસ્ટ પ્રમુખ એજાજ લોધીયા, ઉપપ્રમુખ હાજી યાસીન એબાણી, ટ્રસ્ટી મેહબૂબખાન બેલીમ, આરીફ રાઠોડ, નાઝીમ લાલ, હમઝા હામદાણી સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સમસ્ત ફકીર જમાતના આગેવાનો દ્વારા ટ્રસ્ટના સેવાકીય અને સામાજિક કાર્યની પ્રશંસા કરી ભવિષ્યમાં પણ આવા આયોજનો સતત કરતા રહેવા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande