પાટણના કલેક્ટર પ્રશાંત જિલોવાના અધ્યક્ષસ્થાને જિલ્લા લાંચ રૂશ્વત વિરોધી અને તકેદારી સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ
પાટણ, 22 મે (હિ.સ.) : પાટણ જિલ્લા કલેક્ટર કચેરીના ન્યૂ કોન્ફરન્સ હોલ ખાતે કલેક્ટર પ્રશાંત જિલોવાના અધ્યક્ષસ્થાને જિલ્લા લાંચ રૂશ્વત વિરોધી અને તકેદારી સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી. તકેદારી આયુક્ત સંગીતા સિંહ વિડિયો કોન્ફરન્સ મારફતે બેઠકમાં જોડાયા
પાટણ જિલ્લા કલેક્ટર કચેરીના ન્યૂ કોન્ફરન્સ હોલ ખાતે કલેક્ટર પ્રશાંત જિલોવાના અધ્યક્ષસ્થાને જિલ્લા લાંચ રૂશ્વત વિરોધી અને તકેદારી સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ


પાટણ, 22 મે (હિ.સ.) : પાટણ જિલ્લા કલેક્ટર કચેરીના ન્યૂ કોન્ફરન્સ હોલ ખાતે કલેક્ટર પ્રશાંત જિલોવાના અધ્યક્ષસ્થાને જિલ્લા લાંચ રૂશ્વત વિરોધી અને તકેદારી સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી. તકેદારી આયુક્ત સંગીતા સિંહ વિડિયો કોન્ફરન્સ મારફતે બેઠકમાં જોડાયા હતા.

બેઠક દરમિયાન લોકફરિયાદો અને અરજીઓના નિકાલ અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. વહીવટી પારદર્શિતા વધારવા અને ભ્રષ્ટાચાર નિવારણ માટે વિવિધ વિભાગોની કામગીરીનું નિરીક્ષણ પણ કરાયું હતું.

આયોગ દ્વારા મોકલાયેલી અરજીઓ પર થયેલી કાર્યવાહી, પ્રાથમિક તપાસ હેઠળના કેસો તથા સાંસદો અને ધારાસભ્યો દ્વારા કરાયેલી રજૂઆતો અંગે ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ વર્તમાનપત્રોમાં પ્રકાશિત સમાચારો અંગે થયેલી કાર્યવાહીનું પણ મૂલ્યાંકન કરાયું હતું.

એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા રજૂ થતા કેસો, તપાસ હેઠળના કેસો, ચાર્જશીટ અને કોર્ટમાં પડતર કેસોની સ્થિતિ અંગે અધિકારીઓ સાથે વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. નિવારાત્મક તકેદારી નિરીક્ષણ અને હકીકતલક્ષી અહેવાલો પર પણ ખાસ ભાર મૂકાયો હતો.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એ.ડી. વણઝારા, નિવાસી અધિક કલેક્ટર હિરેન ચૌહાણ, જિલ્લા પોલીસ વડા વી.કે. નાયી સહિત સમિતિના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande