સરીગામ જી.આઈ.ડી.સી.માં કારનો કાચ તોડી રૂ.3 લાખની ચોરી, પોલીસ તપાસ શરૂ
વલસાડ, 22 મે (હિ.સ.) : વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ ઔદ્યોગિક વિસ્તારમાં દિવસદાઢે મોટી ચોરીની ઘટના સામે આવી છે. અજાણ્યા ચોરોએ સરીગામ રોડ નંબર-૪ સ્થિત વેરિટાસ કંપની સામે રસ્તા કિનારે પાર્ક કરેલી હ્યુન્ડાઇ અલ્કાઝાર કાર નંબર GJ-15-CM-9585નું ક
અલકાઝાર કાર


વલસાડ, 22 મે (હિ.સ.) : વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ ઔદ્યોગિક વિસ્તારમાં દિવસદાઢે મોટી ચોરીની ઘટના સામે આવી છે. અજાણ્યા ચોરોએ સરીગામ રોડ નંબર-૪ સ્થિત વેરિટાસ કંપની સામે રસ્તા કિનારે પાર્ક કરેલી હ્યુન્ડાઇ અલ્કાઝાર કાર નંબર GJ-15-CM-9585નું કાચ તોડી અંદર રાખેલ રૂ.૩ લાખની રોકડ રકમ ચોરી ફરાર થઈ ગયા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ આનંદ ડી. પટેલ નામના ઉદ્યોગપતિ સરીગામ GIDC વિસ્તારમાં પોતાની કંપની ચલાવે છે. તેઓ વાપી સ્થિત SBI બેંક શાખામાંથી રૂ.૩ લાખની રોકડ ઉપાડી પોતાની ફેક્ટરી તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન સરીગામ GIDCની એક કંપનીમાં લાગેલી આગની ઘટના જોઈ મદદ માટે ત્યાં પહોંચ્યા હતા. તેમણે પોતાની કાર ઘટના સ્થળથી થોડે દૂર રસ્તા કિનારે પાર્ક કરી હતી.

આ દરમિયાન તકનો લાભ લઈ ચોરોએ કારનું કાચ તોડી ડિકીમાં મુકેલી રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઘટના બાદ ઉદ્યોગપતિ આનંદ પટેલે સરીગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

પોલીસે ગુનો નોંધી આસપાસના CCTV ફૂટેજ ચકાસવાની કામગીરી શરૂ કરી છે. ઉપરાંત વાપીથી સરીગામ સુધીના માર્ગ પર લગાવવામાં આવેલા કેમેરાની પણ તપાસ હાથ ધરી આરોપીઓને ઝડપી પાડવા તજવીજ તેજ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande