પોરબંદર શહેરમાં 31 કરોડના વિકાસના કામોનો ધમધમાટ.
પોરબંદર, 22 મે (હિ.સ.) પોરબંદર શહેરમાં પોરબંદર મહાનગરપાલિકા દ્વારા અંદાજિત 31 કરોડ રૂપિયાના માર્ગ વિકાસના વિવિધ કામો ઝડપભેર આગળ ધપાવવામાં આવી રહ્યા છે. શહેરના અનેક વિસ્તારોમાં રસ્તા રિસરફેસિંગ, મેટલિંગ અને રોડ પેઇન્ટિંગની કામગીરી યુદ્ધસ્તરે શરૂ ક
પોરબંદર શહેરમાં 31 કરોડના વિકાસના કામોનો ધમધમાટ.


પોરબંદર શહેરમાં 31 કરોડના વિકાસના કામોનો ધમધમાટ.


પોરબંદર શહેરમાં 31 કરોડના વિકાસના કામોનો ધમધમાટ.


પોરબંદર, 22 મે (હિ.સ.) પોરબંદર શહેરમાં પોરબંદર મહાનગરપાલિકા દ્વારા અંદાજિત 31 કરોડ રૂપિયાના માર્ગ વિકાસના વિવિધ કામો ઝડપભેર આગળ ધપાવવામાં આવી રહ્યા છે. શહેરના અનેક વિસ્તારોમાં રસ્તા રિસરફેસિંગ, મેટલિંગ અને રોડ પેઇન્ટિંગની કામગીરી યુદ્ધસ્તરે શરૂ કરવામાં આવી છે.શહેરના અનેક વિસ્તારોમાં રોડ રિસરફેસિંગની કામગીરી પૂર્ણ થયા બાદ હવે માર્ગો પર રોડ પેઇન્ટિંગ અને લેન માર્કિંગનું કામ હાથ ધરાયું છે. વાહનચાલકોને સરળ અને સુરક્ષિત અવરજવર મળી રહે તે માટે માર્ગ ચિહ્નો તૈયાર કરવામાં આવી રહ્યા છે.

નગરપાલિકા સમયગાળા દરમિયાન શહેરમાં ભળેલા ગામો અને છેવાડાના વિસ્તારોમાં રસ્તા મજબૂત બનાવવા મેટલ પાથરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ખાપટ, સનર્સિટી, અવધ પાર્ક, રવિપાર્ક આસપાસનો વિસ્તાર તેમજ નરસંગ ટેકરી અને પરેશનગર વિસ્તારમાં રસ્તા લેવલિંગ સાથે મેટલિંગ કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે.ચોમાસાને હવે ગણતરીના દિવસો બાકી હોય, મહાનગરપાલિકા દ્વારા છેવટાના વિસ્તારોમાં કામગીરીને વધુ વેગ આપવામાં આવ્યો છે. ચોમાસા બાદ શહેરમાં નવા ડામરના રસ્તાઓ બનાવવાની કામગીરી હાથ ધરાશે તેવી માહિતી સામે આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande