
પોરબંદર,22 મે (હિ.સ.) પોરબંદર મનપા દ્રારા કરોડો રૂપીયાના ખર્ચે અનેક વિકાસના કામો થઇ રહ્યા છે ત્યાર પોરબંદરની શાન સમા પરેડાઈઝ ફુવારો જે નવા ફુવારા તરીકે ઓળખાય છે. આ ફુવારાના નવિનિકરણ માટે મનપા દ્રારા પોણા બે કરોડ જેવી ખર્ચ કરી હોવાનુ જાણાવા મળી રહ્યુ છે. ફુવારાના નવિનિકરણની કામગીરી હાલ ચાલી રહી છે પરંતુ છેલ્લા દશ દિવસથી આ કામગીરી બંધ કરી દેવામા આવતા ભારે ચર્ચા જોવા મળી રહી છે.
ફુવારા ફરતે રેતીની બોરી રાખી દેવામા આવી છે. આ ફુવારા પાસે હાઈમસ ટાવર ઉભો કરવામાં આવ્યો છે. હાલ કામગીરીની સાથે હાઇમસ ટાવર પણ બંધ હાલતમા હોવાનુ જાણવા મળી રહ્યુ છે. આ કામગીરી બંધ થતા ખાસ કરીને રાત્રીના સમયે અંધકાર જોવા મળી રહ્યો છે જેના કારણે અકસ્માતનો ભય લોકોને સતાવી રહ્યો છે.
નવિનિકરણની કામગીરીમાં બેદરકારી દાખવામાં આવી રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. બેદરકારીના કારણ કોઈક નો જીવ જશે તો જવબદાર કોણ તેવા સવાલો ઉઠી રહ્યા છે મનપા અધિકારીઓ દ્રારા કામગીરીનો યોગ્ય મોનીટરીંગ કરવામા આવે તેવી પણ માંગ થઇ રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya