ઉમરગામમાં મહિલા સશક્તિકરણ માટે વિશેષ પ્રદર્શન યોજાયું
વલસાડ, 22 મે (હિ.સ.) : ઉમરગામ ખાતે મહિલા સશક્તિકરણ તથા મહિલાઓને વિવિધ વ્યવસાયિક ક્ષેત્રોમાં પ્રોત્સાહન આપવા હેતુથી વિશેષ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટેશન વિસ્તાર સ્થિત કૃષ્ણા મોલ પાછળ યોજાયેલા આ પ્રદર્શનનું ઉદ્ઘાટન વરિષ્ઠ નાગરિકોના હસ્
મહિલા સશક્તિકરણ પ્રદર્શનમાં મહિલાઓએ પોતાના ઉત્પાદનો રજૂ કર્યા।


વલસાડ, 22 મે (હિ.સ.) : ઉમરગામ ખાતે મહિલા સશક્તિકરણ તથા મહિલાઓને વિવિધ વ્યવસાયિક ક્ષેત્રોમાં પ્રોત્સાહન આપવા હેતુથી વિશેષ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટેશન વિસ્તાર સ્થિત કૃષ્ણા મોલ પાછળ યોજાયેલા આ પ્રદર્શનનું ઉદ્ઘાટન વરિષ્ઠ નાગરિકોના હસ્તે કરવામાં આવ્યું હતું.

પ્રદર્શન દરમિયાન મહિલાઓ અને યુવતીઓ દ્વારા તૈયાર કરાયેલા વિવિધ હસ્તકલા ઉત્પાદનો, ઘરગથ્થુ વસ્તુઓ તેમજ નાના વ્યવસાય સાથે જોડાયેલા સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓમાં રહેલી પ્રતિભા અને કળાને યોગ્ય મંચ પૂરો પાડી તેમને આત્મનિર્ભરતા અને સ્કિલ ડેવલપમેન્ટ તરફ આગળ વધારવાનો રહ્યો હતો.

આયોજકોના જણાવ્યા અનુસાર આજના સમયમાં મહિલાઓ ઘરેથી જ વિવિધ પ્રકારની વ્યવસાયિક પ્રવૃત્તિઓ સાથે જોડાઈ આર્થિક રીતે સશક્ત બની રહી છે. આવા કાર્યક્રમોથી મહિલાઓને પોતાની કળા રજૂ કરવાની સાથે નવા અવસરો પ્રાપ્ત કરવાની તક મળે છે.

કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ હાજરી આપી મહિલાઓના પ્રયાસોની પ્રશંસા કરી હતી. આયોજકોએ જણાવ્યું હતું કે આવી પ્રેરણાદાયક પ્રવૃત્તિઓ મહિલાઓને સમાજમાં નવી ઓળખ અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande