વાપીમાં વધતા ટ્રાફિક વચ્ચે લોકો પરેશાન
વાપી, 22 મે (હિ.સ.) : વાપી શહેરમાં દિવસેને દિવસે વધી રહેલા ટ્રાફિક અને સતત સર્જાતા ટ્રાફિક જામને કારણે નાગરિકો ભારે પરેશાન થઈ રહ્યા છે. શહેરના મુખ્ય માર્ગો પર રોજિંદા કલાકો સુધી વાહનોની લાંબી કતારો જોવા મળતા હવે લોકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે આખરે ટ્
ટ્રાફિક


વાપી, 22 મે (હિ.સ.) : વાપી શહેરમાં દિવસેને દિવસે વધી રહેલા ટ્રાફિક અને સતત સર્જાતા ટ્રાફિક જામને કારણે નાગરિકો ભારે પરેશાન થઈ રહ્યા છે. શહેરના મુખ્ય માર્ગો પર રોજિંદા કલાકો સુધી વાહનોની લાંબી કતારો જોવા મળતા હવે લોકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે આખરે ટ્રાફિક સમસ્યાને કાબૂમાં લેવા પોલીસ અને ટ્રાફિક વિભાગ શું કામગીરી કરી રહ્યા છે?

ખાસ કરીને વાપી સ્ટેશન રોડ, ચાર રસ્તા, ચણોદ અને ગુંજન ચાર રસ્તા જેવા વિસ્તારોમાં ભારે ટ્રાફિકને કારણે લોકોના દૈનિક જીવન પર સીધી અસર પડી રહી છે. નોકરીયાત વર્ગ, વિદ્યાર્થીઓ, વેપારીઓ તેમજ ઇમરજન્સી સેવાઓને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વખત એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં ફસાઈ જતી હોવાના બનાવો સામે આવી રહ્યા છે.

શહેરમાં સ્પેશિયલ ટ્રાફિક ચોકી અને ટ્રાફિક સ્ટાફ હોવા છતાં પરિસ્થિતિમાં ખાસ સુધારો જોવા મળતો નથી. જેના કારણે નાગરિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે મુખ્ય વિસ્તારોમાં ટ્રાફિક નિયંત્રણ, ગેરકાયદેસર પાર્કિંગ સામે કાર્યવાહી, માર્ગ વ્યવસ્થાપન અને પીક અવર્સ દરમિયાન ખાસ આયોજનની જરૂર છે.

સ્થાનિકોએ માંગ કરી છે કે ટ્રાફિક વિભાગ દ્વારા શહેરના ટ્રાફિક મુદ્દે કડક અને અસરકારક પગલાં લેવામાં આવે જેથી લોકોને રોજિંદા જામમાંથી રાહત મળી શકે અને શહેરની વાહન વ્યવસ્થા વધુ સુચારૂ બની શકે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande