લગ્નના બહાને હારીજ તાલુકાના યુવક સાથે રૂ. 2 લાખની છેતરપિંડી
પાટણ, 22 મે (હિ.સ.) : પાટણ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, હારીજ તાલુકાના રવિન્દ્રા ગામના 23 વર્ષીય યુવક સાથે લગ્નના બહાને રૂ. 2 લાખની છેતરપિંડી થઈ છે. યુવક હાલ ચંદ્રુમણા ગામે ખેતમજૂરી કરે છે. ફરિયાદીના બહેનના વેવાઈ સેજુ કિરા ગમારે હિ
લગ્નના બહાને યુવક સાથે રૂ. 2 લાખની છેતરપિંડી


પાટણ, 22 મે (હિ.સ.) : પાટણ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, હારીજ તાલુકાના રવિન્દ્રા ગામના 23 વર્ષીય યુવક સાથે લગ્નના બહાને રૂ. 2 લાખની છેતરપિંડી થઈ છે. યુવક હાલ ચંદ્રુમણા ગામે ખેતમજૂરી કરે છે. ફરિયાદીના બહેનના વેવાઈ સેજુ કિરા ગમારે હિરલ બાબુભાઈ ગમાર સાથે લગ્ન કરાવવાની વાત કરી હતી. જાન્યુઆરી 2026માં ફરિયાદી પરિવાર સાબરકાંઠાના કોતડા ગામે છોકરી જોવા ગયો હતો, જ્યાં સગપણ નક્કી થયું હતું. ત્યારબાદ આરોપીઓ ચંદ્રુમણા અને રવિન્દ્રા ગામે ઘર જોવા આવ્યા હતા. સેજુ કિરા ગમારે હિરલ બાબુભાઈ ગમારની આર્થિક સ્થિતિ નબળી હોવાનું કહી લગ્ન જલ્દી કરવા રૂ. 2.50 લાખની માંગ કરી હતી.

ફરિયાદીના પિતાએ ખેતર ગીરો મૂકી નાણાંની વ્યવસ્થા કરી હતી. 23 જાન્યુઆરી 2026ના રોજ ચંદ્રુમણા ગામે સાક્ષીઓની હાજરીમાં રૂ. 2 લાખ રોકડા સેજુ કિરા ગમાર અને ભમરુ સાયબા ગમારને આપવામાં આવ્યા હતા, જેનો વીડિયો પણ ઉતારાયો હતો. નાણાં લીધા બાદ હિરલ બાબુભાઈ ગમાર ત્રણ દિવસ યુવકના ઘરે રહી પછી પોતાના વતન કોતડા પરત ફરી ગઈ હતી.

ફેબ્રુઆરીમાં યુવક પક્ષ લગ્નની વાત કરવા કોતડા ગયો ત્યારે આરોપીઓએ હિરલ બાબુભાઈ ગમારને લગ્ન કરવા નથી તેમ કહી ઇનકાર કર્યો હતો. સાથે જ લીધેલા રૂ. 2 લાખ પરત આપવાનું વચન આપ્યું હતું. લાંબા સમય સુધી નાણાં પરત ન મળતા યુવકે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પાટણ તાલુકા પોલીસે સેજુ કિરા ગમાર, ભમરુ સાયબા ગમાર, કરિશ્માબેન જોના ગમાર, હિરલ બાબુભાઈ ગમાર અને બાબુ ગુજરા ગમાર સામે બી.એન.એસ.ની કલમ 318(4) અને 54 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ પરેશ લક્ષ્મણભાઈને સોંપી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande