પાલખડા ગામે અકસ્માતમાં યુવાનનું મોત.
પોરબંદર, 22 મે (હિ.સ.) પોરબંદર તાલુકાના પાલખડા વિસ્તારમાં આજે સવારના સમયે ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 19 વર્ષીય યુવાનનું મોત નિપજતાં સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. અકસ્માતમાં નિલેશ રામભાઈ કેશવાલાનું ઘટનાસ્થળે જ કરૂણ મોત
પાલખડા ગામે અકસ્માતમાં યુવાનનું મોત.


પોરબંદર, 22 મે (હિ.સ.) પોરબંદર તાલુકાના પાલખડા વિસ્તારમાં આજે સવારના સમયે ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 19 વર્ષીય યુવાનનું મોત નિપજતાં સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. અકસ્માતમાં નિલેશ રામભાઈ કેશવાલાનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું હતું.

મળતી માહિતી મુજબ નિલેશ સિંગલ પટ્ટી રસ્તા પરથી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતાં તેનું મોત નિપજ્યું હતું. પ્રાથમિક માહિતી મુજબ નિલેશે થોડા સમય અગાઉ જ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. પરિવાર ખેતીકામ સાથે સંકળાયેલો છે અને પરિવારમાં માતા-પિતા તથા દાદી સહિત કુલ ચાર સભ્યો રહેતા હતા.

નિલેશ પરિવારનો એકમાત્ર પુત્ર હોવાથી તેના અચાનક અવસાનથી પરિવાર પર આભ ફાટી પડયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સમગ્ર ગામ અને પરિવારજનોમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande