

પાટણ, 22 મે (હિ.સ.) : પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકોના દશાવાડા ગામમાં ઠાકોર સમાજના સામાજિક બંધારણના ઉલ્લંઘનનો કિસ્સો સામે આવ્યો છે. ઠાકોર મયકસિંહ દિનેશજીના લગ્ન પ્રસંગ દરમિયાન સમાજના નક્કી કરાયેલા નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હોવાનું સામે આવ્યું છે.
સમાજના બંધારણ મુજબ લગ્ન પ્રસંગોમાં બિનજરૂરી ખર્ચ અને દેખાડો અટકાવવા DJ, રાસ-ગરબા અને VIP એન્ટ્રી જેવી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમ છતાં, આ લગ્નમાં મોટા પાયે રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું અને વરરાજાની VIP એન્ટ્રી પણ કરાવવામાં આવી હતી.
આ ઘટનાને લઈને ઠાકોર સમાજમાં ભારે ચર્ચા જાગી છે. જિલ્લામાં અગાઉ પણ સામાજિક નિયમોના ભંગના બનાવો સામે આવ્યા હતા, ત્યારે ફરી એકવાર નિયમોનું ઉલ્લંઘન થતા સામાજિક વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ