
બોટાદ, 22 મે (હિ.સ.) : સ્વામિનારાયણ સંપ્રદાયમાં અત્યંત પવિત્ર મનાતી અને છેલ્લા કેટલાક સમયથી ગાંડી વેલ તથા પ્રદૂષણથી ઘેરાયેલી આ નદીને સ્વચ્છ કરવા માટે તંત્ર દ્વારા આ મહત્વપૂર્ણ લોકહિતનું પગલું ભરવામાં આવ્યું છે.
આ સમગ્ર નદી વિસ્તારની સફાઈ અને જંગલ કટિંગ (ગાંડી વેલ દૂર કરવા) પાછળ અંદાજિત 20 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ સફાઈ અભિયાન માટેનો આર્થિક ખર્ચ 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી મંજૂર કરવામાં આવ્યો છે. મહાનુભાવોની ઉપસ્થિતિમાં શુભારંભઆ પવિત્ર કાર્યના પ્રારંભ પ્રસંગે પરંપરાગત રીતે શ્રીફળ વધેરીને નદી સફાઈના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક તબક્કામાં નગરપાલિકા વિસ્તારમાંથી પસાર થતી ઘેલો નદીમાં ઉગી નીકળેલી ગાંડી વેલ અને જંગલી વનસ્પતિને સંપૂર્ણપણે દૂર કરાશે.
ચીફ ઓફિસરના જણાવ્યા મુજબ, નદીની સફાઈ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ગઢડાના પ્રમુખસ્વામી માર્ગ પાસેથી અંદાજે 6 કરોડ રૂપિયાના ખર્ચે ભવ્ય રિવરફ્રન્ટનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવશે. આ સફાઈ અભિયાનથી ચોમાસા પહેલા નદીનો પ્રવાહ ચોખ્ખો થશે, ગંદકી દૂર થશે અને અહીં આવતા હજારો શ્રદ્ધાળુઓની ધાર્મિક આસ્થા જળવાઈ રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA