અંબાજીમાં ચાલી રહેલી કોરિડોરની કામગીરીને લઈ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ધારણા યોજ્યા
- જિલ્લા કલેકટરને આવીને પત્ર આપ્યું. અંબાજી, 22 મે (હિ.સ.) : અંબાજી ખાતે ચાલી રહેલી કોરિડોર કામગીરી હવે વિવાદોમાં ઘેરાઈ રહી છે. ગ્રામ પંચાયત અને સ્થાનિક આગેવાનો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે કે કામગીરી દરમિયાન પાણીની પાઇપલાઇન તોડી પાડવામાં
AMBAJI MA KORIDOR NE LAI VIVAD


AMBAJI MA KORIDOR NE LAI VIVAD


- જિલ્લા કલેકટરને આવીને પત્ર આપ્યું.

અંબાજી, 22 મે (હિ.સ.) : અંબાજી ખાતે ચાલી રહેલી કોરિડોર કામગીરી હવે વિવાદોમાં ઘેરાઈ રહી છે. ગ્રામ પંચાયત અને સ્થાનિક આગેવાનો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે કે કામગીરી દરમિયાન પાણીની પાઇપલાઇન તોડી પાડવામાં આવતા ગામલોકોને પાણીની ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. તે ઉપરાંત જુના નાકા વિસ્તાર તરફ જતો મુખ્ય માર્ગ સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવતા સ્થાનિકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે આટલી મોટી કામગીરીમાં ગામના ચૂંટાયેલા સરપંચનો સહકાર લેવામાં આવ્યો નથી તેમજ કોઇપણ પ્રકારની પૂર્વ મંજૂરી કે ચર્ચા વગર કામગીરી કરવામાં આવી રહી છે. આ તમામ પ્રશ્નોને લઈને અંબાજી ગ્રામ પંચાયત પરિસરમાં ધરણા યોજવામાં આવ્યા હતા અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. હવે જોવાનું રહ્યું કે તંત્ર ગ્રામજનોની માંગ પર કેટલું ગંભીરતાથી ધ્યાન આપે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ


 rajesh pande