સાવરકુંડલાની નિઃશુલ્ક હોસ્પિટલમાં 24 વર્ષીય મહિલાની જટીલ થાયરોઈડ કેન્સર સર્જરી સફળ
- પાંચ કલાકના ઓપરેશનથી બચ્યો જીવ અમરેલી, 22 મે (હિ.સ.) : અમરેલી જિલ્લામાં આરોગ્યલક્ષી સેવાઓ માટે આશીર્વાદરૂપ બનેલી સાવરકુંડલાની નિઃશુલ્ક શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ફરી એકવાર માનવસેવાની અનોખી મિસાલ બની છે. ખાનગી હોસ્પિટલોમાં લાખો રૂપિયાનો ખર્ચ
સાવરકુંડલાની નિઃશુલ્ક હોસ્પિટલમાં 24 વર્ષીય મહિલાની જટીલ થાયરોઈડ કેન્સર સર્જરી સફળ, પાંચ કલાકના ઓપરેશનથી બચ્યો જીવ


સાવરકુંડલાની નિઃશુલ્ક હોસ્પિટલમાં 24 વર્ષીય મહિલાની જટીલ થાયરોઈડ કેન્સર સર્જરી સફળ, પાંચ કલાકના ઓપરેશનથી બચ્યો જીવ


સાવરકુંડલાની નિઃશુલ્ક હોસ્પિટલમાં 24 વર્ષીય મહિલાની જટીલ થાયરોઈડ કેન્સર સર્જરી સફળ, પાંચ કલાકના ઓપરેશનથી બચ્યો જીવ


- પાંચ કલાકના ઓપરેશનથી બચ્યો જીવ

અમરેલી, 22 મે (હિ.સ.) : અમરેલી જિલ્લામાં આરોગ્યલક્ષી સેવાઓ માટે આશીર્વાદરૂપ બનેલી સાવરકુંડલાની નિઃશુલ્ક શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ફરી એકવાર માનવસેવાની અનોખી મિસાલ બની છે. ખાનગી હોસ્પિટલોમાં લાખો રૂપિયાનો ખર્ચ થતો હોય તેવી જટીલ થાયરોઈડ કેન્સરની સર્જરી અહીં સંપૂર્ણ નિઃશુલ્ક કરવામાં આવી હતી. સાવરકુંડલાના બગોયા ગામની 24 વર્ષીય મહિલાને છેલ્લા સાત વર્ષથી ગળાના ભાગે ગંભીર પ્રકારની થાયરોઈડ ગાંઠ હતી, જે બાદમાં “Papillary Carcinoma” તરીકે ઓળખાતી કેન્સર પ્રકારની ગાંઠ હોવાનું નિદાન થયું હતું. લાંબા સમયથી પીડાતી આ મહિલાની સફળ સર્જરી ENT સર્જન ડો. હેપી પટેલ અને તેમની તબીબી ટીમ દ્વારા પાંચ કલાકની મહેનત બાદ સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.

આજના સમયમાં કેન્સર અને જટીલ સર્જરીઓ માટેની સારવાર સામાન્ય માણસની પહોંચ બહાર બની રહી છે. મોટા શહેરોની મલ્ટિસ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલોમાં આવા ઓપરેશન માટે લાખો રૂપિયાનો ખર્ચ થતો હોય છે. ત્યારે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે સારવાર કરાવવી મુશ્કેલ બની જાય છે. પરંતુ સાવરકુંડલામાં છેલ્લા નવ વર્ષથી કાર્યરત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર દર્દી નારાયણની સેવા માટે સતત કાર્યરત છે. અહીં અનેક પ્રકારની નિઃશુલ્ક આરોગ્ય સેવાઓ આપવામાં આવે છે અને ગંભીર બીમારીઓની આધુનિક સારવાર પણ ઉપલબ્ધ છે.

માહિતી મુજબ, બગોયા ગામની 24 વર્ષીય મહિલા છેલ્લા સાત વર્ષથી ગળાના ભાગે વધતી ગાંઠની સમસ્યાથી પીડાઈ રહી હતી. શરૂઆતમાં સામાન્ય સોજો માનવામાં આવતી આ સમસ્યા ધીમે ધીમે ગંભીર સ્વરૂપ ધારણ કરતી ગઈ હતી. મહિલાને ગળામાં દુખાવો, ખાવા-પીવામાં તકલીફ તેમજ શ્વાસ લેવામાં પણ મુશ્કેલી થવા લાગી હતી. પરિવાર આર્થિક રીતે નબળો હોવાથી ખાનગી હોસ્પિટલોમાં સારવાર શક્ય નહોતી. અંતે મહિલાને સાવરકુંડલાની શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં લાવવામાં આવી હતી.

હોસ્પિટલમાં તપાસ દરમિયાન મહિલાને Papillary Carcinoma નામની થાયરોઈડ કેન્સરની ગંભીર બીમારી હોવાનું બહાર આવ્યું હતું. આ કેન્સર થાયરોઈડ ગ્રંથીમાંથી શરૂ થઈ આસપાસની લસિકા ગ્રંથિઓમાં ફેલાઈ ગયો હતો. ENT સર્જન ડો. હેપી પટેલે તાત્કાલિક સર્જરી કરવાની સલાહ આપી હતી. ત્યારબાદ નિષ્ણાત તબીબી ટીમ દ્વારા પાંચ કલાક સુધી ચાલેલું જટીલ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું.

સર્જરી દરમિયાન માત્ર થાયરોઈડ ગ્રંથી જ નહીં પરંતુ તેની આસપાસ આવેલી તમામ કેન્સરગ્રસ્ત લસિકા ગ્રંથિઓને પણ દૂર કરવામાં આવી હતી. આ પ્રકારની સર્જરી ખૂબ જ જોખમી માનવામાં આવે છે કારણ કે ગળાના ભાગમાં અનેક મહત્વપૂર્ણ નસો અને શ્વાસનળી આવેલી હોય છે. થોડી પણ બેદરકારી દર્દીના જીવ માટે જોખમકારક બની શકે છે. છતાં ડો. હેપી પટેલ અને તેમની ટીમે આધુનિક સાધનો અને કુશળતાના આધારે સર્જરી સફળ બનાવી હતી.

ઓપરેશન બાદ મહિલાની હાલત સ્થિર હોવાનું હોસ્પિટલ તંત્રએ જણાવ્યું હતું. દર્દીના પરિવારજનોમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી. દર્દીના સગા કમલેશ સોલંકીએ જણાવ્યું હતું કે ખાનગી હોસ્પિટલમાં આ સર્જરી માટે અંદાજે બે લાખ રૂપિયાથી વધુ ખર્ચ થવાનો હતો, જે પરિવાર માટે અશક્ય હતો. પરંતુ શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં નિઃશુલ્ક સારવાર મળતા પરિવારને મોટી રાહત મળી છે.

ENT સર્જન ડો. હેપી પટેલે જણાવ્યું હતું કે Papillary Carcinoma થાયરોઈડ કેન્સરનો ગંભીર પ્રકાર છે, પરંતુ સમયસર નિદાન અને યોગ્ય સારવારથી દર્દીને સંપૂર્ણ સ્વસ્થ કરી શકાય છે. તેમણે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં ઉપલબ્ધ આધુનિક સાધનો અને અનુભવી તબીબી ટીમના કારણે આવા જટીલ ઓપરેશનો પણ સફળતાપૂર્વક શક્ય બની રહ્યા છે.

શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના સુપ્રિટેન્ડેન્ટ ડો. પ્રકાશ કટારીયાએ જણાવ્યું હતું કે હોસ્પિટલનો મુખ્ય હેતુ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ગુણવત્તાસભર આરોગ્ય સેવા પહોંચાડવાનો છે. હોસ્પિટલમાં અનેક વિભાગો કાર્યરત છે જ્યાં સામાન્ય સારવારથી લઈને જટીલ સર્જરીઓ સુધીની સુવિધા ઉપલબ્ધ છે. ગામડાંના દર્દીઓને પોતાના વિસ્તારમાં જ શહેર જેવી આધુનિક સારવાર મળી રહે તે માટે હોસ્પિટલ સતત પ્રયત્નશીલ છે.

સાવરકુંડલાની આ નિઃશુલ્ક હોસ્પિટલ આજે માત્ર આરોગ્યસેવાનું કેન્દ્ર જ નહીં પરંતુ માનવતાની જીવંત મિસાલ બની રહી છે. ગરીબ દર્દીઓને મફતમાં આધુનિક સારવાર આપી હોસ્પિટલ સમાજમાં સેવા અને સંવેદનાનો અનોખો સંદેશ આપી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande