વડોદરામાં 19મા રોજગાર મેળાનું આયોજન, 80 યુવાનોને મળ્યા નિમણૂક પત્રો
વડોદરા, 23 મે (હિ.સ.) : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશભરમાં આયોજિત 19મા રોજગાર મેળાનું વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. દેશના 47 સ્થળોએ એકસાથે યોજાયેલા આ રોજગાર મેળા અંતર્ગત 51 હજારથી વધુ યુવાનોને સરકારી નોકરી માટે નિમણૂક પ
80 યુવાનોને મળ્યા નિમણૂક પત્રો


વડોદરા, 23 મે (હિ.સ.) : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશભરમાં આયોજિત 19મા રોજગાર મેળાનું વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. દેશના 47 સ્થળોએ એકસાથે યોજાયેલા આ રોજગાર મેળા અંતર્ગત 51 હજારથી વધુ યુવાનોને સરકારી નોકરી માટે નિમણૂક પત્રો વિતરણ કરવામાં આવ્યા.

આ જ ક્રમમાં પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ દ્વારા પ્રતાપનગર ડિવિઝનલ રેલવે ઓડિટોરિયમ ખાતે વિશાળ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા, જ્યારે ધારાસભ્ય કેયુરભાઈ નારાયણદાસ રોકડિયા) વિશિષ્ટ ઉપસ્થિતિ રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન રેલવે, બેંક અને ટપાલ વિભાગના કુલ 80 પદો માટે યુવાનોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા.

વિડિયો સંબોધનમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકારી નોકરી માત્ર રોજગાર નથી પરંતુ લોકોના જીવનને સરળ બનાવવાનું એક મહત્વપૂર્ણ માધ્યમ છે. તેમણે યુવાનોને “કર્મયોગી” તરીકે કાર્ય કરવાની પ્રેરણા આપી અને “વિકસિત ભારત”ના સંકલ્પને સાકાર કરવા માટે નિષ્ઠા અને સમર્પણથી કામ કરવાની અપીલ કરી.

કાર્યક્રમ દરમિયાન સી.આર. પાટીલએ યુવાનોને સંબોધિત કરતા જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ભરતી પ્રક્રિયાને વધુ પારદર્શક, સરળ અને અસરકારક બનાવવામાં આવી છે. અત્યાર સુધીમાં દેશભરમાં 12 લાખથી વધુ યુવાનોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે “આ માત્ર નોકરી નથી, પરંતુ દેશસેવાની એક મોટી તક છે. દરેક યુવાને પોતાની ફરજને રાષ્ટ્ર નિર્માણ સાથે જોડીને કામ કરવું જોઈએ.”

તેમણે વધુમાં જણાવ્યું કે જળ શક્તિ મંત્રાલય દ્વારા “હર ઘર જલ” અભિયાન હેઠળ કરોડો ઘરો સુધી પીવાનું પાણી પહોંચાડવાનું કાર્ય સફળતાપૂર્વક કરવામાં આવી રહ્યું છે અને વિકસિત ભારતના નિર્માણમાં સતત યોગદાન આપવામાં આવી રહ્યું છે.કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી થઈ હતી. વડોદરા ડિવિઝનલ રેલવે મેનેજર રાજુ ભડકે દ્વારા સ્વાગત પ્રવચન આપવામાં આવ્યું. આ પ્રસંગે બેંક ઓફ બરોડાના ઝોનલ હેડ વિનય કુમાર રાઠી, ટપાલ વિભાગના નાયબ અધીક્ષક ટી.એન. મલિક સહિત અનેક અધિકારીઓ અને રેલવે કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અંતે વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી અવિનાશ કુમારે તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande