એમઆરપી નિયમોમાં સુધારાની માંગ સાથે અખિલ ભારતીય ગ્રાહક પંચાયત દ્વારા બોટાદ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર
બોટાદ, 23 મે (હિ.સ.) : બોટાદ ખાતે અખિલ ભારતીય ગ્રાહક પંચાયત દ્વારા એમ.આર.પી. (MRP) યોજના હેઠળ અમલમાં રહેલા નીતિ-નિયમોમાં જરૂરી સુધારા કરવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ આવેદનપત્ર મામલતદાર કિશોરભાઈ સુમર
ભાવનગર


બોટાદ, 23 મે (હિ.સ.) : બોટાદ ખાતે અખિલ ભારતીય ગ્રાહક પંચાયત દ્વારા એમ.આર.પી. (MRP) યોજના હેઠળ અમલમાં રહેલા નીતિ-નિયમોમાં જરૂરી સુધારા કરવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ આવેદનપત્ર મામલતદાર કિશોરભાઈ સુમરાને સોંપવામાં આવ્યું હતું.

અખિલ ભારતીય ગ્રાહક પંચાયત દેશવ્યાપી સ્તરે છેલ્લા ૫૩ વર્ષથી કાર્યરત બિનરાજકીય અને સ્વૈચ્છિક સંગઠન છે. દેશના લગભગ તમામ રાજ્યોના ૪૦૦થી વધુ જિલ્લાઓમાં ગ્રાહકોના હિત માટે કાર્યરત આ સંસ્થા ગ્રાહક જાગૃતિ, ગ્રાહક માર્ગદર્શન તેમજ ગ્રાહકોને પડતી વિવિધ સમસ્યાઓ માટે નિઃશુલ્ક માર્ગદર્શન અને સહાય પૂરી પાડે છે. ગ્રાહકોને તેમના અધિકારો અંગે માહિતગાર કરી ન્યાય અપાવવાનો પણ સંગઠનનો મુખ્ય હેતુ રહ્યો છે.

આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, હાલમાં અમલમાં રહેલી એમ.આર.પી. સંબંધિત નીતિઓ અને કાયદાઓમાં સમયાનુકૂળ સુધારા કરવાની જરૂરિયાત છે. ગ્રાહકોને વધુ પારદર્શિતા, યોગ્ય ભાવ અને સુરક્ષા મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા અસરકારક પગલાં લેવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. સાથે જ બજારમાં ગ્રાહકોને થતી મુશ્કેલીઓ, વધતા ભાવ અને વેપારીઓ દ્વારા થતી ગેરરીતિઓ અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી.

આ પ્રસંગે અખિલ ભારતીય ગ્રાહક પંચાયત પરિષદના પ્રતિનિધિ મયુરધ્વજસિંહ ભાટી, કિશનભાઈ શુક્લા સહિત તેમની ટીમ ઉપસ્થિત રહી હતી. પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે ગ્રાહકોના હિતોની રક્ષા માટે સરકાર દ્વારા યોગ્ય કાનૂની અને વહીવટી સુધારા કરવામાં આવે તે સમયની માંગ છે. આવેદનપત્ર મારફતે સરકાર સુધી ગ્રાહકોની લાગણીઓ અને પ્રશ્નો પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande