
સુરત, 23 મે (હિ.સ.) : સુરત શહેર પોલીસ દ્વારા માનવ જીવનની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાના અભિયાન અંતર્ગત અમરોલી પોલીસે આત્મહત્યાનો પ્રયાસ કરનાર મહિલાનો સમયસર જીવ બચાવી તેણીને હોસ્પિટલમાં ખસેડી હતી. પોલીસે મહિલાનો જીવ બચાવવાની સાથે તેણીને આર્થિક મદદ કરી માનતાવાનું ઉત્તમ ઉદારહણ પૂરું પાડ્યું હતું.
પોલીસ કંટ્રોલ રૂમ તરફથી માહિતી મળી હતી કે અમરોલી વિસ્તારમાં રહેતી એક મહિલાએ ઝેરી દવા પી લીધી છે, પરંતુ તેનું સંપૂર્ણ સરનામું ઉપલબ્ધ નહોતું.માત્ર એક કોલના આધારે અમરોલી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ માણસો રવાના થયા હતા.પોલીસે પોતાની સૂઝબૂઝથી મહિલાનું સરનામું શોધી તેના ઘરે પહોંચી ગઈ હતી.જ્યાં મહિલાએં ઝેરી દવા પીને આપઘાત કરવાની કોશિશ કરી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ ટીમે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી.સાથે જ મહિલાની સારવાર માટે આર્થિક મદદ પણ પૂરી પાડી હતી, જેના કારણે મહિલાનો જીવ બચાવવામાં સફળતા મળી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે