




- ગચ્છાધિપતી નરદેવસાગર સૂરીશ્વરજીની પ્રેરણા અને આશીર્વાદથી વર્ષીતપની સાધના 125 ભક્તો કરે છે
- આરાધક ભાગ્યશાળીઓને તપસ્યાની શાતા છે ખૂબ જ શ્રદ્ધાથી બહુમાનથી આ તપસ્યાનો પ્રારંભ થયો છે
- વરસીતપના બિયાસણા થઈ રહ્યા છે આરાધક ભાગ્યશાળીઓને મંગળ આશીર્વાદ આપ્યા હતા
ભરૂચ, 23 મે (હિ.સ.) : ભરૂચ સમસ્ત જૈન મહાસંઘના ઉપક્રમે 14 મહિનાનો મહાન તપશ્ચર્યા પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય દેવ નરદેવસાગર સૂરીશ્વરજીની પ્રેરણા અને આશીર્વાદથી વર્ષીતપની આરાધના સાધના 125 ભક્તો દ્વારા 11/03/ 2026 ના પ્રારંભ થયેલ છે. બે મહિના નિર્વિધ્ન પણે પરિપૂર્ણ થયેલ છે. બધા જ આરાધક ભાગ્યશાળીઓને તપસ્યાની શાતા છે. ખૂબ જ શ્રદ્ધાથી બહુમાનથી આ તપસ્યાનો પ્રારંભ થયો. તપસ્યાની સાધના જોઈને પૂજ્યએ અમદાવાદથી વિહાર કરીને 150 કિલોમીટર ભરુચ પધાર્યા છે.
શક્તિનાથમાં પૂજ્યશ્રીઓનો પ્રવેશ સામૈયું સંઘ પૂજન સાથે રાખવામાં આવેલ હતું. શક્તિનાથથી પૂજ્યનો શ્રીમાળી પોળ જ્યાં વરસીતપના બિયાસણા થઈ રહ્યા છે એ સ્થાને બધા જ આરાધક ભાગ્યશાળીઓને મંગળ આશીર્વાદ આપ્યા હતા.
શ્રીમાળી પોળથી ગોડીજી પાર્શ્વનાથ પ્રીતમ 1 માં પ્રવેશ સાથે પ્રવચન નવકારસી રાખેલ જેમાં પૂજ્ય શ્રી એ સૂચન કરતા બે વર્ષ માટે આયંબિલની તપસ્યાની શરૂઆત થયેલ છે .પ્રીતમથી વિહાર કરીને પૂજ્ય શ્રી ઝાડેશ્વર સંઘમાં સામૈયા સાથે પ્રવેશ કર્યો હતો જ્યાં પ્રવચન સંઘ પૂજન સાથે નવકારસીનું આયોજન રાખેલ હતું .
તારીખ 24/5/2026 ના 9 વાગ્યે ઋષભના પગલે પગલે ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવેલ છે. જેમાં તપશ્ચર્યાના મહત્વ સાથે સંગીતના સથવારે ઉલ્લાસ પૂર્ણ વાતાવરણમાં ભાવુકો સંમીલિત થઈ તપો ધર્મના વધામણા કરશે.
પૂજ્યશ્રીની પધરામણીથી શ્રી વર્ષીતપના આરાધકો તથા શ્રીસંઘમાં ખુબજ ઉલ્લાસમય વાતાવરણ સર્જાયું છે અને પૂજ્ય શ્રીના મંગળ આશીર્વાદ લઈ ધન્યતા પ્રાપ્ત કરી છે.
તારીખ 25/5/2026 ના દિને સાંજે 5:00 વાગે અંકલેશ્વર તરફ વિહાર કરીને સુરત તરફ વિહાર થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ