
પાટણ, 23 મે (હિ.સ.) : પાટણ જિલ્લાના સમી તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરવામાં આવી છે. પસીબેન અનિલભાઈ હેરમાં પ્રમુખ તરીકે અને રયાબેન માનસિંહભાઈ ચૌધરી ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતા આ વરણી શક્ય બની હતી. તાલુકા પંચાયતની કુલ 18 બેઠકોમાંથી ભાજપે 15 બેઠકો પર જીત મેળવી હતી. કોંગ્રેસને 2 બેઠકો અને આમ આદમી પાર્ટીને 1 બેઠક મળી હતી. ભાજપની બહુમતીને કારણે સમી તાલુકા પંચાયત પર પક્ષનો કબજો યથાવત રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ