

પાટણ, 23 મે (હિ.સ.) પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકા પંચાયતની પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટણી ભારે રસાકસી વચ્ચે પૂર્ણ થઈ હતી. કુલ 24 બેઠકોમાં ભાજપ અને કોંગ્રેસને સમાન 12-12 સભ્યો મળતા ટાઈની સ્થિતિ સર્જાઈ હતી, જ્યારે બહુમતી માટે 13 સભ્યો જરૂરી હતા.
સત્તા સ્થાપવા માટે બંને પક્ષોએ જોરદાર રાજકીય ગતિવિધિઓ હાથ ધરી હતી. અંતે મામલતદાર અને ટીડીઓની અધ્યક્ષતામાં નિયમ મુજબ ચિઠ્ઠી ઉછાળીને નિર્ણય લેવાયો. સભ્યોની હાજરીમાં યોજાયેલી ડ્રો પ્રક્રિયામાં ભાજપના પક્ષમાં નિર્ણય આવ્યો.
ડ્રો બાદ ભાજપે સરસ્વતી તાલુકા પંચાયતની સત્તા હસ્તગત કરી. ગીતા રબારી પ્રમુખ અને રાહુલ ઠાકોર ઉપપ્રમુખ તરીકે વરાયા છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ