આકરા ઉનાળામાં પોરબંદર ટ્રાફિક પોલીસ માટે સેવાભાવી પહેલ
પોરબંદર, 23 મે (હિ.સ.) : પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોરબંદર ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડ દ્વારા શહેરમાં ટ્રાફિક નિયમન અને જનસુરક્ષા માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે. ભારે ગરમી અને આકરા તાપમાન વચ્ચે પણ ટ્રાફિક જ
આકરા ઉનાળામાં ટ્રાફિક પોલીસ માટે સેવાભાવી પહેલ.


આકરા ઉનાળામાં ટ્રાફિક પોલીસ માટે સેવાભાવી પહેલ.


આકરા ઉનાળામાં ટ્રાફિક પોલીસ માટે સેવાભાવી પહેલ.


આકરા ઉનાળામાં ટ્રાફિક પોલીસ માટે સેવાભાવી પહેલ.


પોરબંદર, 23 મે (હિ.સ.) : પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોરબંદર ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડ દ્વારા શહેરમાં ટ્રાફિક નિયમન અને જનસુરક્ષા માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે. ભારે ગરમી અને આકરા તાપમાન વચ્ચે પણ ટ્રાફિક જવાનો વિવિધ ચોક અને માર્ગો પર અડગ રહી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે. ત્યારે ટ્રાફિક પોલીસની આ સેવાભાવી કામગીરીથી પ્રભાવિત થઈ સમાજના લોકો પણ પોલીસ પ્રત્યે લાગણી અને સન્માન વ્યક્ત કરી રહ્યા છે. આ અનુસંધાને પોરબંદર સ્થિત શ્રી નિવાસ ફાસ્ટ ફૂડ ના સંચાલક મનીષભાઈ ઉર્ફે પપ્પુભાઈ દ્વારા માનવતાભર્યો ઉપક્રમ હાથ ધરવામાં આવ્યો હતો.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં સતત ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ તથા ટ્રાફિક બ્રિગેડના જવાનોને ઠંડક અને તાજગી મળે તે હેતુથી વરિયાળી શરબત પીવડાવવામાં આવ્યું હતું. સાથે જ રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓને પણ શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેના કારણે સેવાભાવ અને માનવતાનો સુંદર સંદેશ પ્રસરી ગયો હતો. ત્યારે પોરબંદર પોલીસ દ્વારા “શ્રી નિવાસ ફાસ્ટ ફૂડ” ના મનીષભાઈના આ ઉમદા સેવાકીય કાર્યની પ્રશંસા વ્યક્ત કરવામાં આવી હતી અને પોલીસ પ્રત્યે દર્શાવેલી સંવેદના બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande