પાટણ તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો વિજય, પ્રમુખ તરીકે પટેલ જીનલબેન ચૂંટાયા
પાટણ, 23 મે (હિ.સ.) : પાટણ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં કોંગ્રેસે સ્પષ્ટ બહુમતી સાથે જીત મેળવી છે. અધ્યાસી અધિકારી મુકેશ ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસને 13 મત અને ભાજપને 7 મત મળ્યા હતા. ચૂંટણીના પરિણામે પટે
પાટણ તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો વિજય


પાટણ, 23 મે (હિ.સ.) : પાટણ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં કોંગ્રેસે સ્પષ્ટ બહુમતી સાથે જીત મેળવી છે. અધ્યાસી અધિકારી મુકેશ ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસને 13 મત અને ભાજપને 7 મત મળ્યા હતા.

ચૂંટણીના પરિણામે પટેલ જીનલબેન સોહનકુમાર પ્રમુખ તરીકે અને દેસાઈ મિતલબેન અમરતભાઈ ઉપપ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે. કોંગ્રેસે તાલુકા પંચાયત પર પોતાનો કબ્જો યથાવત રાખ્યો છે.

પરિણામ જાહેર થતા કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. મોટી સંખ્યામાં કાર્યકરો જોડાઈ વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande