પિતા-પુત્ર ઉપર હુમલો કરી 9 વર્ષથી ફરાર કુખ્યાત સોહીલની ધરપકડ
સુરત, 23 મે (હિ.સ.) સુરત શહેરમાં નાસતા-ફરતા તેમજ પેરોલ-ફર્લો જમ્પ કરનાર આરોપીઓને ઝડપી પાડવા ચાલી રહેલી ઝુંબેશ હેઠળ લિંબાયત પોલીસે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે.પિતા પુત્ર ઉપર લાકડાના ફટકા વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરા
Arrest


સુરત, 23 મે (હિ.સ.) સુરત શહેરમાં નાસતા-ફરતા તેમજ પેરોલ-ફર્લો જમ્પ કરનાર આરોપીઓને ઝડપી પાડવા ચાલી રહેલી ઝુંબેશ હેઠળ લિંબાયત પોલીસે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે.પિતા પુત્ર ઉપર લાકડાના ફટકા વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થયેલા એક કુખ્યાત આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે.આરોપી છેલ્લા નવ વર્ષથી પોલિસે હંફાવી રહ્યો હતો.

લીંબાયત પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પીએસઆઇ કે.એચ.ચૌધરી દ્વારા અલગ અલગ ટીમો બનાવી ફરાર આરોપીઓને શોધી કાઢવા માટે સઘન વર્કઆઉટ હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન ટેક્નિકલ વર્કઆઉટ અને આઈસીજેએસ પોર્ટલની મદદથી લિંબાયત પોલીસ સ્ટેશનના ગંભીર મારામારીના ગુનામાં છેલ્લા 9 વર્ષથી નાસતા ફરતા આરોપી જુલ્ફીકાર ઉર્ફે મહંમદ સોહીલ ઉર્ફે સોહેલ ગુંડે મહમદ એઝાજ સિદ્દીકીને ઝડપી પાડ્યો હતો. ત્યાર બાદ આરોપીની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે આરોપી જુલ્ફીકાર ઉર્ફે સોહેલ ગુંડે ગત 20/01/2017ના રોજ પોતાના સાગરિત સરવર શેખ તથા ઇમરાન અહમદ ખુરશીદ અહમદ અંસારી સાથે મદિના મસ્જિદ નજીક આવેલી ગરીબ દરબાર હોટલ પર જમવાનું પાર્સલ લેવા ગયો હતો. પાર્સલ લીધા બાદ છૂટા પૈસા ન હોવાથી હોટલ માલિકે પાર્સલ પરત લઈ લેતાં આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા. ત્યારબાદ તેમણે હોટલ સંચાલક ઈલ્યાસ ઈકબાલ રંગરેજ તથા તેમના પુત્ર સાથે ગાળાગાળી કરી નજીકમાંથી લાકડાના ફટકાઓ લાવી હુમલો કર્યો હતો.

હુમલામાં બંનેને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓ ફરાર થઈ ગયા હતા.મારામારીના આ ગુનામાં કુખ્યાત આરોપી સોહેલ ઉર્ફે ગુન્ડે છેલ્લા નવ વર્ષથી સ્થાનિક પોલીસને હંફાવી રહ્યો હતો. જોકે આખરે પોલીસે તેને દબોચી લીધો એટલુંજ નહીં આરોપી વિરુદ્ધ અગાઉ પણ લીંબાયત પોલીસ સ્ટેશનમાં જુદી જુદી કલમો હેઠળ ગુનાઓ નોંધાયેલા છે.પોલીસે તેની વિરુદ્ધ આગળની વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande