પાટણના ચંદ્રુમાણા ગામમાં વિકાસના કામોની શરૂઆત
પાટણ, 23 મે (હિ.સ.) : પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે ગ્રામ પંચાયત દ્વારા વિકાસના વિવિધ કામો શરૂ કરવામાં આવ્યા છે. વંચિત વિસ્તારોમાં નવી પાણીની લાઈન, ગટર લાઈન, બ્લોક પેવિંગ અને સીસી રોડના કામોથી ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સરપંચ કાજલ
ચંદ્રુમાણા ગામમાં વિકાસ કામોની શરૂઆત


પાટણ, 23 મે (હિ.સ.) : પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે ગ્રામ પંચાયત દ્વારા વિકાસના વિવિધ કામો શરૂ કરવામાં આવ્યા છે. વંચિત વિસ્તારોમાં નવી પાણીની લાઈન, ગટર લાઈન, બ્લોક પેવિંગ અને સીસી રોડના કામોથી ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

સરપંચ કાજલબેન ચેતનભાઈ વ્યાસ ચૂંટાયા બાદ પ્રાથમિક સુવિધાઓને પ્રાધાન્ય આપી સુવિધા પથ વિસ્તારમાં નવી ગટર અને પાણીની લાઈન નાખવાની કામગીરી હાથ ધરાઈ હતી. હાલ ગામના અનેક વિસ્તારોમાં વિકાસ કામો ઝડપથી આગળ વધી રહ્યા છે. અમૃતભાઈ દેસાઈના ઘર પાસેથી ગોગાવાળા વાસ સુધી પીવાના પાણીની લાઈન અને રોડનું કામ કરવામાં આવી રહ્યું છે. બસ સ્ટેશન વિસ્તાર તેમજ ગૌરી માતા મંદિર તરફના રસ્તા પર બ્લોક પેવિંગની કામગીરી પણ ચાલુ છે. લીમડી ચોકમાં રવાજી કાળાજીના ઘરથી સિકોતર માતાના ચોક સુધી સીસી રોડનું નિર્માણ શરૂ કરાયું છે.

સરપંચ કાજલબેન વ્યાસે જણાવ્યું કે ગામના અન્ય વિસ્તારોમાં પણ તબક્કાવાર વિકાસ કામો હાથ ધરાશે તેમજ તાલુકા પંચાયતમાં મહિલા શક્તિને મળેલા પ્રતિનિધિત્વ અંગે આનંદ વ્યક્ત કર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande