વેરાવળમાં નિ:શુલ્ક યોગ સમરકેમ્પનો પ્રારંભ બાળકો યોગ-પ્રાણાયામ સહિત આસનોમાં ઉત્સાહભેર જોડાયા
સોમનાથ 23 મે (હિ.સ.) ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ચેરમેનના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં દરેક વ્યક્તિ સુધી સ્વસ્થ જીવનશૈલી અને યોગનો સંદેશ પહોંચે તેવા હેતુથી વિવિધ યોગ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત વેરાવળમાં નિશુલ્ક
વેરાવળમાં નિ:શુલ્ક યોગ સમરકેમ્પનો પ્રારંભ


સોમનાથ 23 મે (હિ.સ.) ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ચેરમેનના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં દરેક વ્યક્તિ સુધી સ્વસ્થ જીવનશૈલી અને યોગનો સંદેશ પહોંચે તેવા હેતુથી વિવિધ યોગ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત વેરાવળમાં નિશુલ્ક યોગ સમર કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

વેરાવળ ખાતે કરમચંદ બાપા ચોકની પાસે આવેલા નગરપાલિકા ગાર્ડનમાં ૩૦ મે સુધી સવારે 7 થી 9 દરમિયાન સમર કેમ્પનું આયોજન કરાયું છે.

વધુમાં વધુ બાળકો યોગ સાથે જોડાય અને તેમનો શારીરિક, માનસિક તથા બૌદ્ધિક રીતે સર્વાંગી વિકાસ થાય તે હેતુસર વિવિધ યોગાસનો, પ્રાણાયામ તેમજ મનોરંજક અને જ્ઞાનવર્ધક રમતો સંચાલકો દ્વારા રોજ અવનવી રીતે કરાવવામાં આવી રહી છે.બાળકોમાં યોગ પ્રત્યે વિશેષ રસ અને ઉમંગ જોવા મળ્યો હતો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી બાળકોને દરરોજ એનર્જી ડ્રિંક, યોગાસન માટેની પુસ્તિકા, ચિત્રપોથી તેમજ પ્રમાણપત્ર આપવામાં આવી રહ્યા છે.

આ યોગ કેમ્પ દરમિયાન વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ નરેશ ગોહેલ, નગરપાલિકાના સભ્યો તેમજ ગુજરાત યોગ બોર્ડના ઝોન કોઓર્ડીનેટર ચેતનાબહેન ગજેરા અને જિલ્લા કોઓર્ડિનેટર શારદાબામણીયા સહિત અગ્રણીઓ અને આગેવાનોએ ઉપસ્થિત રહીને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande