ભુજ–દિલ્હી એક્સપ્રેસના પ્રારંભથી કચ્છના પ્રવાસન, વેપાર અને રોજગારને મળશે નવી ગતિ
કચ્છ, 23 મે (હિ.સ.) : કચ્છથી દિલ્હી હવે દૈનિક સીધી ટ્રેન સેવા શરૂ કરવામાં આવી. કચ્છના લોકો માટે લાંબા સમયથી રાહ જોવાતી મહત્વપૂર્ણ રેલ સુવિધાનો અંતે પ્રારંભ થયો છે. દેશની રાજધાની દિલ્હી સાથે કચ્છને દૈનિક સીધી રેલ કનેક્ટિવિટી આપતી નવી ભુજ–દિલ્હી એક્સ
ભુજ દિલ્હી ટ્રેનને ફ્લેગઓફ કરાવતા આગેવાનો


ભુજ દિલ્હી ટ્રેનને ફ્લેગઓફ કરાવતા આગેવાનો


ભુજ દિલ્હી ટ્રેનને ફ્લેગઓફ કરાવતા આગેવાનો


ભુજ દિલ્હી ટ્રેનને ફ્લેગઓફ કરાવતા આગેવાનો


ગાંજા સાથે પકડાયેલ આરોપી


કચ્છ, 23 મે (હિ.સ.) : કચ્છથી દિલ્હી હવે દૈનિક સીધી ટ્રેન સેવા શરૂ કરવામાં આવી. કચ્છના લોકો માટે લાંબા સમયથી રાહ જોવાતી મહત્વપૂર્ણ રેલ સુવિધાનો અંતે પ્રારંભ થયો છે. દેશની રાજધાની દિલ્હી સાથે કચ્છને દૈનિક સીધી રેલ કનેક્ટિવિટી આપતી નવી ભુજ–દિલ્હી એક્સપ્રેસ ટ્રેન સેવાનો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો છે. કેન્દ્રના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વીડિયો કોન્ફરન્સિંગ મારફતે લીલી ઝંડી બતાવી ટ્રેનને રવાના કરવામાં આવી હતી. નવી ટ્રેન સેવા શરૂ થતા કચ્છના મુસાફરોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો.

ભુજ અને દિલ્હી વચ્ચે દૈનિક ધોરણે દોડનારી આ નવી એક્સપ્રેસ ટ્રેન માત્ર મુસાફરીનું સાધન નહીં પરંતુ કચ્છના વિકાસ માટે એક નવી દિશા માનવામાં આવી રહી છે. વર્ષોથી ભુજ, જાલોર અને પાળી વિસ્તારમાં રહેતા લોકો સીધી દિલ્હી ટ્રેનની માંગ કરતા હતા. હવે આ માંગ પૂર્ણ થતાં ઉત્તર ભારત અને કચ્છ વચ્ચેનું અંતર વધુ ઓછું બનશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દેશભરમાં રેલવે આધુનિકીકરણ માટે મોટા પાયે કામગીરી કરી રહી છે અને ગુજરાતને પણ વિશેષ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

તેમણે જણાવ્યું કે ગુજરાતમાં હજારો કરોડના ખર્ચે અનેક સ્ટેશનોનું આધુનિકીકરણ, કાર્ગો ટર્મિનલોના વિકાસ અને ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર જેવી મહત્વપૂર્ણ યોજનાઓ પર કામ ચાલી રહ્યું છે. ભુજ–દિલ્હી ટ્રેન સેવા શરૂ થતાં વિદ્યાર્થીઓ, વેપારીઓ, કારીગરો, શ્રમિકો અને ખેડૂતોને ખાસ લાભ મળશે. ખાસ કરીને કચ્છના હસ્તકલા ઉદ્યોગને ઉત્તર ભારતના બજારો સાથે વધુ મજબૂત જોડાણ મળશે. સાથે જ રણોત્સવ દરમિયાન દિલ્હી તથા ઉત્તર ભારતમાંથી આવતા પ્રવાસીઓ માટે પણ આ ટ્રેન મોટી સુવિધા સાબિત થશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય રેલવેમાં અભૂતપૂર્વ પરિવર્તન આવ્યું છે. વંદે ભારત અને નમો ભારત જેવી આધુનિક ટ્રેનો દેશના પરિવહન ક્ષેત્રમાં નવી ક્રાંતિ લાવી રહી છે. ગુજરાતમાં ચાલી રહેલી મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ તથા અન્ય રેલવે યોજનાઓ રાજ્યના વિકાસને નવી ગતિ આપી રહી છે. તેમણે ઉમેર્યું કે ગુજરાતમાં તમામ રેલ માર્ગોનું સંપૂર્ણ વિદ્યુતીકરણ પૂર્ણ થઈ ચૂક્યું છે અને નવી રેલ સેવાઓથી રાજ્યના દુરસ્ત વિસ્તારોને વધુ સશક્ત કનેક્ટિવિટી મળી રહી છે.

નવી ભુજ–દિલ્હી એક્સપ્રેસ ટ્રેન હવે દરરોજ ભુજથી સવારે 11:15 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે 11:45 કલાકે દિલ્હી પહોંચશે. જ્યારે દિલ્હીથી પરત ફરતી ટ્રેન સાંજે 4:40 કલાકે રવાના થઈ બીજા દિવસે સાંજે 7:35 કલાકે ભુજ પહોંચશે. ટ્રેન માર્ગમાં અંજાર, ગાંધીધામ, ભચાઉ, ભીલડી, ધાણેરા, જાલોર, પાળી, અજમેર, જયપુર, અલવર અને રેવાડી સહિતના અનેક મહત્વપૂર્ણ સ્ટેશનો પર ઠેરવાશે.

ટ્રેનમાં મુસાફરો માટે ટૂ-ટિયર એસી, થ્રી-ટિયર એસી, સ્લીપર અને સામાન્ય કોચ જેવી વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ રાખવામાં આવી છે. ભુજ રેલવે સ્ટેશન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અનેક આગેવાનો, જનપ્રતિનિધિઓ અને રેલવે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સ્થાનિક લોકોએ ભુજથી હરિદ્વાર સુધી સીધી ટ્રેન શરૂ કરવાની માંગ પણ ઉઠાવી હતી, જેને લઈને રેલવે તંત્રએ હકારાત્મક વિચારણા કરવાની ખાતરી આપી હતી.

કચ્છને દિલ્હી સાથે સીધી દૈનિક રેલ સેવા મળતા હવે વેપાર, ઉદ્યોગ, પ્રવાસન અને સામાજિક જોડાણને નવી ગતિ મળશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે. નવી ટ્રેન સેવા કચ્છના લોકો માટે સુવિધા સાથે વિકાસના નવા દ્વાર ખોલશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande