કચ્છમાં તડીપાર આરોપી ફરી પ્રવેશતા ગાંધીધામ પોલીસની ઝડપી કાર્યવાહી
કચ્છ, 23 મે (હિ.સ.) : કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા માટે પોલીસ દ્વારા સતત સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આવા સમયે ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસે તડીપાર જાહેર કરાયેલા એક ઇસમને કિડાણા વિસ્તારમાંથી ઝડપી પાડી તેની સામે કાયદ
કચ્છ જિલ્લાનો તડીપાર કરાયેલ આરોપી


કચ્છ, 23 મે (હિ.સ.) : કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા માટે પોલીસ દ્વારા સતત સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આવા સમયે ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસે તડીપાર જાહેર કરાયેલા એક ઇસમને કિડાણા વિસ્તારમાંથી ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની આ કામગીરીથી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્રની સતર્કતા ફરી એકવાર સ્પષ્ટ થઈ છે.

પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા એક ઇસમને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અંજાર દ્વારા કચ્છ જિલ્લા તેમજ આસપાસના જિલ્લાઓની હદમાંથી તડીપાર કરવામાં આવ્યો હતો. જોકે, આ ઇસમ કોઈપણ સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી લીધા વગર ફરીથી કચ્છ જિલ્લામાં પ્રવેશ્યો હોવાની બાતમી પોલીસને મળી હતી.

મળેલી ચોક્કસ માહિતીના આધારે પોલીસે કિડાણા વિસ્તારમાં ચેકિંગ હાથ ધરી આરોપીને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા ઇસમની ઓળખ ફિરોજ ઉર્ફે ફિરીયો ઈબ્રાહિમ કટીયા તરીકે થઈ છે, જે કિડાણા વિસ્તારનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસે તેની સામે તડીપાર હુકમની શરતોનો ભંગ કરવા બદલ જી.પી. એક્ટ કલમ ૧૪૨ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, જિલ્લામાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે આવા તત્વો સામે આગળ પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande