દમણ-દીવના સાંસદ ઉમેશ પટેલની હાજરીમાં ઘોઘલા ખાતે માછીમારો માટે વિશેષ માર્ગદર્શન કેમ્પ યોજાયો
દમણ, 23 મે (હિ.સ.) : દમણ-દીવના સાંસદ ઉમેશ પટેલની હાજરીમાં આજે ઘોઘલા સ્થિત ફિશરમેન શેડ ખાતે માછીમાર ભાઈઓ માટે ભારત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે વિશેષ માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં માછીમારો ઉપસ્થિત
ઘોઘલા ખાતે યોજાયેલા માર્ગદર્શન કેમ્પમાં મોટી સંખ્યામાં માછીમારો જોડાયા.


દમણ, 23 મે (હિ.સ.) : દમણ-દીવના સાંસદ ઉમેશ પટેલની હાજરીમાં આજે ઘોઘલા સ્થિત ફિશરમેન શેડ ખાતે માછીમાર ભાઈઓ માટે ભારત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે વિશેષ માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં માછીમારો ઉપસ્થિત રહ્યા હતા.

આ કેમ્પમાં ભારત સરકારના સંબંધિત મંત્રાલય તેમજ નેશનલ ફિશરીઝ ડેવલપમેન્ટ બોર્ડ (NFDB)ના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ માછીમાર ભાઈઓને સરકાર દ્વારા આપવામાં આવતી સહાય, સબસિડી, વીમા યોજના તેમજ અન્ય લાભકારી યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી. સાથે સાથે યોજનાઓનો લાભ મેળવવા માટે જરૂરી દસ્તાવેજો, અરજી પ્રક્રિયા તથા ઓનલાઈન અને ઓફલાઈન અરજી કેવી રીતે કરવી તેની પણ સમજ આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત માછીમારોએ વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા, જેના જવાબ અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યા હતા.

આ પ્રસંગે સાંસદ ઉમેશ પટેલે જણાવ્યું હતું કે માછીમારોને સરકારની યોજનાઓનો સીધો લાભ મળે અને તેઓ આર્થિક રીતે વધુ સશક્ત બને તે માટે આવા માર્ગદર્શન કેમ્પો મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે.

જે માછીમાર ભાઈઓ આજે હાજર રહી શક્યા નથી, તેમના માટે આવતીકાલે તા.24 મે 2026ના રોજ પણ ઘોઘલા ખાતે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ માછીમાર ભાઈઓને આ કેમ્પનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande