મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ બિનહરીફ ચૂંટાયા
મહેસાણા, 23 મે (હિ.સ.) : મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે જિલ્લા પંચાયતના તાજેતરમાં ચૂંટાયેલા સદસ્યોની પ્રથમ સામાન્ય સભા શનિવારે પંડિત દીનદયાળ કોમ્યુનિટી હોલ ખાતે યોજાઈ હતી. આ બેઠક અધ્યાસી અધિકારી અને જિલ્લા કલેકટર એસ. કે.
મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ બિનહરીફ ચૂંટાયા


મહેસાણા, 23 મે (હિ.સ.) : મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે જિલ્લા પંચાયતના તાજેતરમાં ચૂંટાયેલા સદસ્યોની પ્રથમ સામાન્ય સભા શનિવારે પંડિત દીનદયાળ કોમ્યુનિટી હોલ ખાતે યોજાઈ હતી. આ બેઠક અધ્યાસી અધિકારી અને જિલ્લા કલેકટર એસ. કે. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.

જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે પટેલ નિતીનભાઈ છનાભાઈ અને ઉપપ્રમુખ પદ માટે ઠાકોર માસંગજી રામાજીએ ઉમેદવારી નોંધાવી હતી. જિલ્લા પંચાયતના સચિવ તથા જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ તા. ૨૨ મે ૨૦૨૬ના રોજ ઉમેદવારી પત્રો રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ઉમેદવારી પત્રોની ચકાસણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં બંને ઉમેદવારોના ફોર્મ માન્ય જાહેર કરવામાં આવ્યા હતા.

આ સામાન્ય સભામાં પ્રમુખ પદ માટે પટેલ નિતીનભાઈ છનાભાઈને બહુમતીથી બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે ઉપપ્રમુખ પદ માટે ઠાકોર માસંગજી રામાજીને પણ બહુમતીથી બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થતાં જિલ્લા પંચાયતના સભ્યો તેમજ કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande