મહેસાણામાં 72 ચુંવાળ પાટીદાર સમાજની દીકરીઓ માટે ગૃહિણી સશક્તિકરણ શિબિર શરૂ
મહેસાણા, 23 મે (હિ.સ.) : શ્રી 72 ચુંવાળ પાટીદાર પ્રગતિ મંડળ, મહેસાણા દ્વારા સમાજની દીકરીઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવા માટે 10 દિવસીય ગૃહિણી સશક્તિકરણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિર કાવેરી ઇન્ટરનેશનલ સ્કૂલ, મોઢેરા રોડ, મહેસાણા ખાતે 31 મ
મહેસાણામાં ૭૨ ચુંવાળ પાટીદાર સમાજની દીકરીઓ માટે ગૃહિણી સશક્તિકરણ શિબિર શરૂ


મહેસાણા, 23 મે (હિ.સ.) : શ્રી 72 ચુંવાળ પાટીદાર પ્રગતિ મંડળ, મહેસાણા દ્વારા સમાજની દીકરીઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવા માટે 10 દિવસીય ગૃહિણી સશક્તિકરણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિર કાવેરી ઇન્ટરનેશનલ સ્કૂલ, મોઢેરા રોડ, મહેસાણા ખાતે 31 મે 2026 સુધી યોજાઈ રહી છે.

શિબિરમાં સમગ્ર 72 સમાજની અંદાજે 100 દીકરીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહી છે. શિબિર દરમિયાન દીકરીઓને રોજ સવારે ઝુમ્બા સાથે વિવિધ વિષયોના નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. સાથે સાથે રસોઈ કલા, નેઇલ આર્ટ, બ્યુટી પાર્લર, મહેંદી આર્ટ અને ફેશન ડિઝાઇનિંગ જેવી તાલીમ પણ આપવામાં આવી રહી છે, જેથી તેઓ ભવિષ્યમાં સ્વરોજગાર માટે સક્ષમ બની શકે.

આ ઉપરાંત ગાયનેકોલોજિસ્ટ દ્વારા સ્ત્રી આરોગ્ય અંગે માર્ગદર્શન, સેલ્ફ ડિફેન્સ, મહિલા સુરક્ષા, ગર્ભ સંસ્કાર, બાળ ઉછેર, AI ટેકનોલોજી, સાયબર ફ્રોડથી બચાવ તેમજ સરકારની મહિલા કલ્યાણ યોજનાઓ અંગે પણ માહિતી આપવામાં આવી રહી છે.

આ શિબિરનો મુખ્ય હેતુ દીકરીઓમાં આત્મવિશ્વાસ વધારવો અને તેમને આધુનિક સમયમાં સ્વાવલંબી બનાવવાનો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande