પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો, વાહનચાલકોમાં ચિંતા
મહેસાણા, 23 મે (હિ.સ.) : મહેસાણામાં ઇંધણના ભાવમાં ફરી એકવાર વધારો થતાં સામાન્ય જનતા અને વાહનચાલકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે પેટ્રોલના ભાવમાં 87 પૈસા અને ડીઝલના ભાવમાં 91 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. નવા ભાવ અમલમાં આવતા મહેસાણામાં પે
મહેસાણામાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો, વાહનચાલકોમાં ચિંતા


મહેસાણા, 23 મે (હિ.સ.) : મહેસાણામાં ઇંધણના ભાવમાં ફરી એકવાર વધારો થતાં સામાન્ય જનતા અને વાહનચાલકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે પેટ્રોલના ભાવમાં 87 પૈસા અને ડીઝલના ભાવમાં 91 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. નવા ભાવ અમલમાં આવતા મહેસાણામાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 99.40 રૂપિયા અને ડીઝલનો ભાવ 95.33 રૂપિયા પર પહોંચી ગયો છે.

નોંધનીય છે કે, આ વધારા પહેલા મહેસાણામાં પેટ્રોલનો ભાવ 98.54 રૂપિયા અને ડીઝલનો ભાવ 94.39 રૂપિયા હતો. છેલ્લા માત્ર 9 દિવસમાં જ ઇંધણના ભાવમાં અંદાજે 5 રૂપિયાનો વધારો નોંધાયો છે, જેના કારણે લોકોના માસિક બજેટ પર સીધી અસર પડી રહી છે.

વહેલી સવારે પેટ્રોલ પંપ પર પહોંચેલા વાહનચાલકો ભાવ વધારો જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા. ખાસ કરીને એકથી વધુ વાહનો ધરાવતા પરિવારો માટે આ વધારો વધુ મુશ્કેલીભર્યો બન્યો છે. રોજ કમાઈને જીવન પસાર કરતા શ્રમિક વર્ગ માટે પણ આ પરિસ્થિતિ ચિંતાજનક બની છે.

વાહનચાલકોમાં એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે કે વૈશ્વિક બજારમાં અસ્થિરતા યથાવત રહેશે તો આગામી દિવસોમાં ભાવ વધુ વધી શકે છે. ઇંધણના સતત વધતા ભાવને કારણે મોંઘવારીનો બોજ સામાન્ય જનતા પર વધી રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande