પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રોજગાર મેળામાં 51,000થી વધુ નવા ભરતી થયેલા યુવાનોને નિમણૂક પત્રો સોંપશે
નવી દિલ્હી, 23 મે (હિ.સ.) : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 19મા રોજગાર મેળામાં વિવિધ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં 51,000થી વધુ નવા ભરતી થયેલા યુવાનોને નિમણૂક પત્રો સોંપશે. તેઓ આ કાર્યક્રમને સંબોધન પણ ક
Prime Minister Narendra Modi


નવી દિલ્હી, 23 મે (હિ.સ.) : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 19મા રોજગાર મેળામાં વિવિધ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં 51,000થી વધુ નવા ભરતી થયેલા યુવાનોને નિમણૂક પત્રો સોંપશે. તેઓ આ કાર્યક્રમને સંબોધન પણ કરશે.

પ્રધાનમંત્રી આજે રોજગાર મેળામાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિવિધ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં 51 હજારથી વધુ નવા રોજગારી મેળવનારા યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કરશે. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દેશભરમાં યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય અને સશક્તિકરણ માટે સરકારની પ્રતિબદ્ધતા અતૂટ છે.

આ રોજગાર મેળો દેશભરમાં 47 સ્થળોએ યોજાશે. પસંદગી પામેલા ઉમેદવાર રેલવે મંત્રાલય, ગૃહ મંત્રાલય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, નાણાકીય સેવાઓ અને ઉચ્ચ શિક્ષણ સહિત વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં સેવા આપશે.

હિન્દુસ્થાન સમાચાર/સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande