પોરબંદર જિલ્લામાં સુજલામ સુફલામ અભિયાનની કામગીરીની જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સમીક્ષા કરાઈ
પોરબંદર, 23 મે (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં ચાલી રહેલા સુજલામ સુફલામ અભિયાન અંતર્ગત હાથ ધરવામાં આવેલી વિવિધ કામગીરીની જિલ્લા વિકાસ અધિકારી બી. બી. ચૌધરી દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારીએ સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજી અભિયાન હે
પોરબંદર જિલ્લામાં સુજલામ સુફલામ અભિયાનની કામગીરીની જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સમીક્ષા કરાઈ


પોરબંદર જિલ્લામાં સુજલામ સુફલામ અભિયાનની કામગીરીની જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સમીક્ષા કરાઈ


પોરબંદર, 23 મે (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં ચાલી રહેલા સુજલામ સુફલામ અભિયાન અંતર્ગત હાથ ધરવામાં આવેલી વિવિધ કામગીરીની જિલ્લા વિકાસ અધિકારી બી. બી. ચૌધરી દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી.

જિલ્લા વિકાસ અધિકારીએ સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજી અભિયાન હેઠળ ચાલી રહેલા તળાવ ઊંડા કરવાની કામગીરી, કેનાલ સફાઈ, ચેકડેમોની, વોકળા મરામત તેમજ જળ સંચયના વિવિધ કામોની પ્રગતિ અને નવા કામો અંગે વિગતવાર માહિતી મેળવી હતી તેમણે સમયમર્યાદામાં ગુણવત્તાસભર કામગીરી પૂર્ણ થાય તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી બી.બી.ચૌધરી, નાયબ કલેકટર, પ્રાતઅધિકારી, મ્યુન્સીપાલ કમિશ્નર હસમુખ પ્રજાપતિ, કાર્યપાલક ઈજનેર મિલન સોરઠીયા, સહિતના સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande