
ભાવનગર, 23 મે (હિ.સ.) : સણોસરા સ્થિત લોકભારતી સંસ્થા દ્વારા અભ્યાસક્રમ સાથે મૂલ્ય શિક્ષણ કેન્દ્ર સ્થાને રહ્યું છે. લોકભારતી યુનિવર્સિટીનાં સ્નાતક અભ્યાસક્રમનાં તમામ વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિનો એક અનોખો અભિગમ રહેલો છે. તમામ વિદ્યાર્થીઓને રૂપિયા 20 હજાર મળી રહે તેવી સ્કોલરશીપ યોજના જાહેર કરવામાં આવી છે.
ભાવનગર જિલ્લા માટે જ નહી રાજ્ય અને રાષ્ટ્ર સાથે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ ગૌરવરૂપ કેળવણીનું તીર્થ બનેલ સણોસરા સ્થિત લોકભારતી સંસ્થા દ્વારા અભ્યાસક્રમ સાથે મૂલ્ય શિક્ષણ કેન્દ્ર સ્થાને રહ્યું છે. આ સંસ્થા સંચાલિત લોકભારતી યુનિવર્સિટીનાં તમામ વિદ્યાર્થીઓને રૂપિયા 20 હજાર મળી રહે તેવી સ્કોલરશીપ યોજના જાહેર કરવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓને સારો લાભ ઉપલબ્ધ થયેલ છે.
લોકભારતી યુનિવર્સિટીનાં અભ્યાસનાં તમામ વિદ્યાર્થીઓને વાર્ષિક શિક્ષણ-ફીમાં રૂપિયા 20 હજાર સુધીની શિષ્યવૃત્તિ જાહેર કરવામાં આવી છે.
લોકભારતી યુનિવર્સિટીમાં આ સ્નાતક અભ્યાસ કરવાં આવતાં વિદ્યાર્થીઓને આર્થિક સહયોગ આપવાનાં હેતુ સાથે શિષ્યવૃત્તિ માટે જાહેરાત કરવામાં આવી છે. સરકાર દ્વારા સંબંધિત યોજના મુજબ વિદ્યાર્થીઓને મળતી સહાય જો રૂપિયા 20 હજારથી ઓછી હોય તો તેમાં ઘટતી રકમ સંસ્થાના સહયોગી દાતાઓ દ્વારા ઉમેરવામાં આવશે. જો સરકાર દ્વારા કોઈ સહાય મળવા પાત્ર ન હોય તે બધાં જ વિદ્યાર્થીઓને કુલ રૂપિયા 20 હજાર પ્રાપ્ત થાય તેમ લાભ મળશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA