પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ તરીખે શીતલબેન ઓડેદરની વરણી
પોરબંદર, 23 મે (હિ.સ.) : પોરબંદર જિલ્લા પંચાયત ખાતે યોજાયેલ જનરલ બોર્ડ બેઠકમાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખના નામોની વિધિવત જાહેરાત કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતની તમામ 18 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવતા વિરોધ પક્ષ વિનાની જિલ્લા પંચાયત રચ
પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ તરીખે શીતલબેન ઓડેદરની વર્ણી.


પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ તરીખે શીતલબેન ઓડેદરની વર્ણી.


પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ તરીખે શીતલબેન ઓડેદરની વર્ણી.


પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ તરીખે શીતલબેન ઓડેદરની વર્ણી.


પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ તરીખે શીતલબેન ઓડેદરની વર્ણી.


પોરબંદર જિલ્લા પંચાયતના સુકાની ફાઇલન.


પોરબંદર જિલ્લા પંચાયતના સુકાની ફાઇલન.


પોરબંદર, 23 મે (હિ.સ.) : પોરબંદર જિલ્લા પંચાયત ખાતે યોજાયેલ જનરલ બોર્ડ બેઠકમાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખના નામોની વિધિવત જાહેરાત કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતની તમામ 18 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવતા વિરોધ પક્ષ વિનાની જિલ્લા પંચાયત રચાઈ છે. આ વચ્ચે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે યુવા મહિલા નેતા શીતલબેન ઓડેદરાની વરણી કરવામાં આવી હતી, જ્યારે ઉપપ્રમુખ તરીકે ગોપાલભાઈ કોઠારીને જવાબદારી સોંપવામાં આવી છે.

અધિકારીઓ, જિલ્લા પંચાયતના સભ્યો, ભાજપ આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં નવા હોદેદારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન કાર્યકરોમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. ભાજપે સંપૂર્ણ બહુમતી સાથે જિલ્લા પંચાયતનું સુકાન સંભાળતાં હવે આગામી સમયમાં ગ્રામ્ય વિસ્તારોના વિકાસકાર્યોને વધુ ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. શીતલબેન ઓડેદરાની પસંદગી અનેક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. તેઓ જિલ્લા પંચાયતના ઈતિહાસમાં સૌથી યુવા પ્રથમ પ્રમુખ બન્યા છે. યુવા ચહેરાને મહત્વ આપીને ભાજપે નવા નેતૃત્વ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હોવાનું રાજકીય વર્તુળોમાં માનવામાં આવે છે. શિક્ષિત અને સક્રિય મહિલા નેતા તરીકે ઓળખ ધરાવતા શીતલબેને ઈલેક્ટ્રિકલ ઈજનેર તરીકેની ડિગ્રી પ્રાપ્ત કરી છે. અભ્યાસ સાથે તેઓ સામાજિક ક્ષેત્રે પણ સક્રિય રહ્યા છે અને વિવિધ જાહેર કાર્યક્રમોમાં તેમની હાજરી નોંધાઈ છે.શીતલબેનના પિતા રમેશભાઈ ઓડેદરા વર્ષ 2018 દરમિયાન પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે. ભાજપમાં સરળ, મિલનસાર અને નિષ્ઠાવાન વ્યક્તિત્વ ધરાવતા રમેશભાઈ “પટલે” તરીકે ઓળખાય છે. પક્ષ પ્રત્યેની લાંબા સમયથી રહેલી નિષ્ઠા અને સંગઠન પ્રત્યેની સેવાભાવનાને ધ્યાને રાખી હવે તેમની દિકરીને જિલ્લા પંચાયતનું સુકાન સોંપવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.સક્રિય મહિલા નેતા તરીકે ઓળખ ધરાવતા શીતલબેને ઈલેક્ટ્રિકલ ઈજનેર તરીકેની ડિગ્રી પ્રાપ્ત કરી છે. અભ્યાસ સાથે તેઓ સામાજિક ક્ષેત્રે પણ સક્રિય રહ્યા છે અને વિવિધ જાહેર કાર્યક્રમોમાં તેમની હાજરી નોંધાઈ છે.

શીતલબેનના પિતા રમેશભાઈ ઓડેદરા વર્ષ 2018 દરમિયાન પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande