



પોરબંદર, 23 મે (હિ.સ.) : પોરબંદર મનપા કમિશનર તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર (પ્રોજેક્ટ) ની સુચના અનુસાર પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આજરોજ વોર્ડ વાઇસ રેસિડેન્સ એરીયાની સફાઈ તથા કોમર્શિયલ વિસ્તારની સફાઈ, GVPs/બ્લેક સ્પોટ્સની સફાઈ-વોર્ડ-10, વોટરબોડી–પક્ષી અભિયારણ્ય સફાઈ, ટુરિસ્ટ એરીયા-હજૂર પેલેસ બહાર સફાઈ, ઈન્ડસ્ટ્રી એરીયા–GIDC એરીયા, પબ્લિક ટ્રાન્સપોર્ટ – એસ.ટી. બસ સ્ટેન્ડ વોર્ડ-9, ધાર્મિક સ્થળ–ભાવેશ્વર મંદિર બહાર વોર્ડ-9, બાગ/બગીચા–કમલાબાગ ગાર્ડન સફાઈ વોર્ડ-10, બજાર–નટવર ચોક શાક માર્કેટ, સ્લમ એરિયાની સફાઈ–વોર્ડ 13, શહેરના મુખ્ય માર્ગોની સફાઈ–હરીશ ટોકિસથી રામ ટેકરી સુધી રોડની સફાઈ કરવામાં આવેલ છે. વધુમા શહેરના તમામ સરકારી દવાખાના અને હોસ્પિટલો, પી.એચ.સી., સી.એચ.સી., અર્બન હેલ્થ સેન્ટરની સફાઈની કામગીરી કરવામા આવેલ છે.
વોટર વર્કસ વિભાગ દ્વારા આજરોજ જુદા-જુદા વોર્ડમાં સુપરવિઝન કરવામાં આવેલ. જેમાં સુભાષનગરમાં ડંકી રીપેરીંગ તથા ખાપટ, શિતલ પાર્ક, ઘાસ ગોડાઉન, ડો. પારવાણી દવાખાના પાસે, ફાયર બ્રિગેડ પાસે અને કલેક્ટર બંગલા નજીક પાઈપ લાઈનનું સમારકામ સહિતની કામગીરી કરવામાં આવેલ.
ગાર્ડન વિભાગ દ્વારા આજરોજ કમલા નહેરુ બાગ, વાડીપ્લોટ શાકમાર્કેટ ગાર્ડન, ચોપાટી લોન ગાર્ડન, રાણીબાગ, પેરેડાઈઝ ફુવારા આસપાસના બગીચાઓ, આવળ ચોક ગાર્ડન, રૂપાળી બાગ, વોકિંગ પ્લાઝા ગાર્ડન, વનાણા ગાર્ડન અને ખીજડી પ્લોટ-મહારાણા નટવરસિંહજી ગાર્ડન સહિત વિવિધ બાગ-બગીચાઓની સાફસફાઈ કરવામાં આવેલ તેમજ વૈશાલીનગર-છાયામાં વૃક્ષોની નડતરરૂપ ડાળીઓનું ટ્રીમીંગ હાથ ધરવામાં આવેલ.
જાહેર સુવિધાઓ અંગેની કોઈપણ ફરીયાદ નોંધાવવા માટે નાગરિકો પોરબંદર મહાનગરપાલિકા દ્વારા કાર્યરત ટોલ ફ્રી નંબર 1800 233 0286 પર સંપર્ક કરી શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya