
સુરત, 23 મે (હિ.સ.) સુપ્રીમ કોર્ટ દ્વારા હાલમાં જ ખતરનાક કુતરાઓને ઇન્જકેશન આપી મારી નાખવા અંગેનો આદેશ આપવામાં આવ્યો છે.જોકે આ પરિસ્થિતિઓ વચ્ચે સુરત શહેરની વાત કરીએ તો અહીં રખડતા કૂતરાઓના હુમલા અને કરડવાની ઉપરાછાપરી ઘટનાઓ સતત બની રહી છે.એટલુંજ નહીં આવા કુતરાઓ મોટાભાગે માસુમ બાળકોને જ શિકાર બનાવી રહયા છે.દરમ્યાન શહેરમાં વધુ એક ઘટના સામે આવી છે.
આજે સવારે માતા સાથે ઘોડદોડ રોડ ખાતે આવેલાયા ગાર્ડનમાં ફરવા માટે ગયેલી બાળકી ઉપર કૂતરાએ હુમલો કર્યો હતો અને તેને બચકા ભર્યા હતા.આ ઘટનાને પગલે બાળકી ચીસો પાડીને રડવા લાગી હતી જયારે પુત્રીની હાલતમા જોઈ માતા બહુજ ઘબરાય ગઈ હતી,જોકે માતા તાત્કાલિક બાળકીને રિક્ષામાં લઈને નવી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી જ્યા ડોકટરો દ્વારા તાત્કાલિક ઈજાગ્રસ્ત બાળકીને જરૂરી સારવાર શરૂ કરવામાં આવી
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સંગીતાને રાજુ યેરવડે પોતાની 8 વર્ષીય પુત્રી અનન્યાને લઈને આજે સવારે ફરવા માટે ઘોડદોડ રોડ ખાતે આવેલા એક ગાર્ડનમાં ગયા હતા.હાલમાં શાળાઓમાં વેકેશન ચાલી રહયું ત્યારે આ રીતે ઘણા વાલીઓ પોતાના બાળકોને લઈને જુદા જુદા ગાર્ડનો અને ફરવાના સ્થળે જઈ રહ્યા છે.ત્યારે સંગીતાબેન સવારે પુત્રી અનન્યા સહીત પરિવારને ફરવા માટે ગાર્ડનમાં લઇ ગયા હતા. હતી.પુત્રીઓ સાથે ત્યાં પહોંચ્યા બાદ તેઓ ગાર્ડનની બહાર પુત્રી માટે આઈસ્ક્રીમ લેવા માટે ગયા હતા.આઈસ્ક્રીમ લઈને પુત્રી અનન્યાને આપી હતી.અનન્યા આઈસ્ક્રીમની થેલી લઈને ગાર્ડનમાં ગઈ હતી ત્યા જ કૂતરાએ તેની ઉપર હુમલો કર્યો હતો અને બચકું ભર્યું હતું.
આ ઘટનાને પગલે અનન્યા ઈજાગ્રસ્ત થઇ હતી અને ડરીને માતાને બૂમો પાડવા લાગી હતી.માતા સંગીતાબેન દોડીને પુત્રી પાસે પહોંચ્યા હતા, તેને ઈજાગ્રસ્ત જોઈએ તેઓ બહુજ ઘબરાઈ ગઈ હતી.જોકે તેઓ તાત્કાલિક પુત્રીને રિક્ષામાં લઈને નવી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.જ્યા ડોકટરો દ્વારા અનન્યાની સારવાર શરૂ કરવામાં આવી હતી અને તેને એન્ટી રેબીજનો ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે