સુરતમાં વોટ્સએપ ગ્રુપમાં જાતિ વિષયક અશ્લીલ મેસેજ કરનાર આરોપી વિરૂદ્ધ ફરિયાદ
સુરત, 23 મે (હિ.સ.) : સુરતમાં સિવિલ એન્જીનિયર તરીકે કામ કરતાં આઘેડને સોસાયટીનાં સોશિયલ મીડિયા ગ્રુપમાં અશ્લીલ અને જાતિ વિષયક અપશબ્દો કહેનાર વિરૂદ્ધ સચીન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. સોસાયટીનાં મેઈન્ટેનન્સ બાબતે બોલાચાલી થયા બાદ નાસિકનાં
સુરતમાં વોટ્સએપ ગ્રુપમાં જાતિ વિષયક અશ્લીલ મેસેજ કરનાર આરોપી વિરૂદ્ધ ફરિયાદ


સુરત, 23 મે (હિ.સ.) : સુરતમાં સિવિલ એન્જીનિયર તરીકે કામ કરતાં આઘેડને સોસાયટીનાં સોશિયલ મીડિયા ગ્રુપમાં અશ્લીલ અને જાતિ વિષયક અપશબ્દો કહેનાર વિરૂદ્ધ સચીન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. સોસાયટીનાં મેઈન્ટેનન્સ બાબતે બોલાચાલી થયા બાદ નાસિકનાં વતનીએ વોટ્સએપ ગ્રુપમાં મરાઠી ભાષામાં અસભ્ય ભાષાનો પ્રયોગ કર્યા બાદ ચેટ ડિલીટ કરી દીધી હતી. જો કે, પોલીસ દ્વારા એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

શહેરનાં કનકપુર ખાતે ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા અને સિવિલ એન્જિનિયર તરીકે કામ કરતાં 55 વર્ષીય દિપક હિરામણ બાગુલ નાસિક ખાતે પંચવટીમાં મહાલક્ષ્મી રેસિડેન્સીમાં એક ફ્લેટ ધરાવે છે. આ ફ્લેટનું મેઈન્ટેનન્સ 500 રૂપિયાથી વધારીને એક હજાર રૂપિયા કરવા બાબતે મહાલક્ષ્મી રેસિડેન્સીનાં વોટ્સ એપ ગ્રુપમાં વાદવિવાદ થયો હતો. આ દરમિયાન મહાલક્ષ્મી રેસિડેન્સીમાં જ રહેતા ધીરજ માંદવડે નામક વ્યક્તિએ વોટ્સએપ ગ્રુપમાં દિપક બાગુલ વિરૂદ્ધ મરાઠી ભાષામાં અશ્લીલ અને અસભ્ય ભાષામાં મેસેજ મોકલ્યા હતા. આ સિવાય હાલમાં જ મહારાષ્ટ્રમાં ચર્ચાસ્પદ બનેલ વાસ્તુ જ્યોતિષ સલાહકાર અને બળાત્કારનાં આરોપી અશોક ખરાત સાથે દિપક બાગુલની સરખામણી કરી હતી. જો કે, વોટ્સએપ ગ્રુપમાં આ સંદર્ભે ભારે વિવાદ થતાં આરોપીએ તમામ મેસેજો ડિલીટ કરી દીધા હતા. અલબત્ત, આ સંદર્ભે દિપક બાગુલે સચીન પોલીસ મથકમાં આરોપી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરતાં એસસી એસટી સેલ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande