
સુરત, 23 મે (હિ.સ.) શહેરમાં થોડા દિવસો પહેલા ગરમીનો તાપમાન 40 ડિગ્રી ઉપર પહોંચી રહ્યું હતું જેને કારણે લોકો આકરા તાપથી ત્રાહિમામ પોકારી રહ્યા હતા.જોકે હાલમાં પવન ફુંકાવાના લીધે વાતવરણમાં થોડી ઠંકડ પ્રસરી છે.ગરમી અને ઠંડા પવનવાળા મિશ્ર વાતાવરણ વચ્ચે તાવના કેસો પણ સામે આવી રહયા છે.
દરમ્યાન અશ્વિનીકુમાર વિસ્તારમાં રહેતી મહિલાને ગત સાંજે 103 ડિગ્રી તાવ આવ્યો હતો અને રાત્રે સુઈ ગયા બાદ આજે સવારે તેઓ ઉઠયા જ નહીં હતા અને પથારીમાં બેભાન પડેલા હતા.પુત્ર સહીત પરિવારજનો સ્મીમેર હોસ્પિટલમાં લઇ ગયા હતા,જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
સ્મીમેર હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અશ્વિનીકુમાર ખાતે આવેલા મારૂતિ કોમ્પ્લેક્ષમાં રહેતા 46 વર્ષીય નીતા કિશોરભાઈ વ્યાસ આજે સવારે પોતાના ઘરે બેભાન થઇ ગયા હતા 108 એમ્બ્યુલેન્સ મારફતે તેમને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હત જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
વધુમાં પુત્ર ભાવિકે જણાવ્યું હતું કે ગત સાંજે તેમની માતાને 103 ડિગ્રી તાવ હતો.જેને લીધે તેમનાથી ચલાતું પણ નહીં હતું.ડોક્ટરને ઘરે લાવવામાં આવ્યું હતું.ડોકટરે તેમને ઇન્જેક્શન આપ્યું હતું.થોડા ટાઈમ બાદ તાવ ઉતરી ગયો હતો.જોકે બાદમાં તેમને પરસેવો બહુ આવ્યો હતો.રાત્રે લગભગ 12 વાગ્યે તેઓ સુઈ ગયા હતા પરંતુ આજે સવારે તેઓ ઊંઘમાંથી ઉઠ્યા જ નહીં પથારીમાં જ બેભાન થઈને પડેલા હતા.ભાવિકે જણાવ્યું હતું કે તેના પિતાનું પણ ઘણા વર્ષો પહેલા અવસાન થઇ ગયું હતું, તેને એક બહેન છે.પિતા અને હવે માતાના મોત બાદ તેમના પરથી માતા પિતાની છત્રછાયા ઉઠી ગઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે