ઉદેપુરની મહિલાને ખાગેશ્રી ગામની 108 ટીમે ઘરે પ્રસુતિ કરાવી
પોરબંદર, 23 મે (હિ.સ.) : પોરબંદરના ખાગેશ્રી ગામની 108 ની ટીમે ઉદેપુરની મહિલાને તેના ઘરે પ્રસુતિ કરાવી હતી. જામજોધપુર નજીકના ઉદેપુર ગામમાં રહેતી એક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા ખાગેશ્રી 108 ની ટીમે તેને ઘર પર તપાસ કરતા અસહ્ય દુખાવો જાણતા ઘર માં જ ડ
ઉદેપુરની મહિલાને ખાગેશ્રી ગામની 108 ટીમે ઘરે પ્રસુતિ કરાવી.


ઉદેપુરની મહિલાને ખાગેશ્રી ગામની 108 ટીમે ઘરે પ્રસુતિ કરાવી.


પોરબંદર, 23 મે (હિ.સ.) : પોરબંદરના ખાગેશ્રી ગામની 108 ની ટીમે ઉદેપુરની મહિલાને તેના ઘરે પ્રસુતિ કરાવી હતી.

જામજોધપુર નજીકના ઉદેપુર ગામમાં રહેતી એક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા ખાગેશ્રી 108 ની ટીમે તેને ઘર પર તપાસ કરતા અસહ્ય દુખાવો જાણતા ઘર માં જ ડીલેવરી કરાવી પ્રસુતિ કરાવી હતી.એક જ દિવસમાં ખાગેશ્રી 108 ટીમે અલગ અલગ સ્થળ ઉપર બે ડીલેવરી કરાવી આધુનિક જીવનશૈલી ફાસ્ટયુગમાં તમામ સુવિધાઓ આંગળીનાં ટેરવા પર ઉપલબ્ધ થતી હોય છે.જેમાની એક સેવા 108 ને માનવામાં આવે છે.108 ની ટીમ દ્વારા ગમે તે સમયે કોઈપણ સારવાર માટે પહોંચી જાય છે અને તાત્કાલિક સારવાર પુરી પાડે છે. એક પ્રસુતાને મહિલા ને બીજી ડિલિવરી પ્રસુતિની પીડા ઉપડતા 108 માં ના ઈ.એમ.ટી. આકાશ પીઠીયા અને પાયલોટ સરમણભાઈ ચાવડાએ હેડ ઓફિસ પર રહેલા ફીઝીશ્યન ડો.મંથનના માર્ગદર્શન હેઠળ અને પોતાની આવડત અને મળેલ તાલીમની મદદથી અને સમય સુચકતા ધ્યાનમાં રાખી આ મહિલાને ખુબ વધુ પીડા અસહ્ય દુખાવો હોવાથી ઘર પર ડીલેવરી જ પુત્રનો જન્મ થયો હતો.એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ સાર્વજનિક હોસ્પિટલ જામ જોધપુરમાં વધુ સારવાર માટે સિફ્ટ કર્યા હતા.

108 ની સેવા એ આધુનિક સમયમાં મહત્વની સાબિત થઈ રહી છે, પુત્રનો જન્મ થતા પરિવારમાં ખુશી ની લાગણી છવાઈ, ઈ.એમ.ટી. આકાશ પીઠિયા પાઈલોટ સરમણ ચાવડા અને ખાગેશ્રી 108 ટીમ ને બિરદાવ્યા હતા આ તકે જિલ્લાના પ્રોગ્રામ મેનેજર આકાશ અને જિલ્લાના એક્ઝિક્યુટિવ દર્શક યાદવ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande