સુરતના યુવકની છેતરપિંડીનો ભંડાફોડ, અમદાવાદની મહિલાએ નોંધાવી ફરિયાદ
સુરત, 23 મે (હિ.સ.) અમદાવાદના નવાવાડજ વિસ્તારમાં રહેતી એક મહિલાએ સુરતના યુવક સામે લગ્નના નામે છેતરપિંડી અને શારીરિક શોષણની ફરિયાદ નોંધાવી છે. મહિલાના જણાવ્યા મુજબ, છૂટાછેડા બાદ તેણે ફરી લગ્ન માટે મેટ્રિમોનિયલ સાઈટ પર પ્રોફાઇલ મૂકી હતી. આ દરમિયાન સુ
સુરતના યુવકની છેતરપિંડીનો ભંડાફોડ, અમદાવાદની મહિલાએ નોંધાવી ફરિયાદ


સુરત, 23 મે (હિ.સ.) અમદાવાદના નવાવાડજ વિસ્તારમાં રહેતી એક મહિલાએ સુરતના યુવક સામે લગ્નના નામે છેતરપિંડી અને શારીરિક શોષણની ફરિયાદ નોંધાવી છે. મહિલાના જણાવ્યા મુજબ, છૂટાછેડા બાદ તેણે ફરી લગ્ન માટે મેટ્રિમોનિયલ સાઈટ પર પ્રોફાઇલ મૂકી હતી. આ દરમિયાન સુરતમાં રહેતા પ્રકાશ ડોંડાએ પોતે પણ ડાયવોર્સી હોવાનું કહી તેની સાથે સંપર્ક સાધ્યો હતો. બંને વચ્ચે ફોન અને વોટ્સએપ દ્વારા વાતચીત શરૂ થઈ અને પછી મુલાકાતો પણ વધતી ગઈ હતી.

ફરિયાદ અનુસાર, યુવકે મહિલાને લગ્ન કરવાની ખાતરી આપી હતી અને વિસનગરના મંદિરમાં સિંદૂર ભરી તેને પત્ની તરીકે સ્વીકાર્યાનો વિશ્વાસ અપાવ્યો હતો. ત્યારબાદ અમદાવાદની હોટેલમાં લઈ જઈ તેણે મહિલાની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. થોડા સમય બાદ યુવકે મહિલાથી અંતર રાખવાનું શરૂ કર્યું અને ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું.

શંકા જતા મહિલા સીધી સુરત ખાતે યુવકના ઘરે પહોંચી હતી, જ્યાં યુવક પહેલેથી જ પત્ની અને બાળકો સાથે રહેતો હોવાનું બહાર આવ્યું હતું. આ સમગ્ર ઘટનાથી આઘાતમાં આવેલી મહિલાએ માધવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande