કડી સર્વ વિદ્યાલયના 60 યુવાનોની એડવાન્સ લીડરશીપ કાર્યક્રમ માટે મનાલી, હિમાચલ પ્રદેશ ખાતે રવાના
- સર્વ વિદ્યાલયની વિવિધ 17 કોલેજના 55 વિદ્યાર્થીઓ, 1 માસ્ટર ટ્રેનર અને 4 અધ્યાપકો આ યાત્રામાં જોડાયા છે. ગાંધીનગર, 24 મે (હિ.સ.) છેલ્લા દસ વર્ષથી સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા પાંચ દિવસીય સર્વ નેતૃત્વ કાર્યક્રમમા
કડી કોલેજના વિદ્યાર્થીઓ


વિદ્યાર્થીઓ


- સર્વ વિદ્યાલયની વિવિધ 17 કોલેજના 55 વિદ્યાર્થીઓ, 1 માસ્ટર ટ્રેનર અને 4 અધ્યાપકો આ યાત્રામાં જોડાયા છે.

ગાંધીનગર, 24 મે (હિ.સ.) છેલ્લા દસ વર્ષથી સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા પાંચ દિવસીય સર્વ નેતૃત્વ કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ માટે દર વર્ષે મનાલી, હિમાચલ પ્રદેશ ખાતે એડવાન્સ સર્વ નેતૃત્વ કાર્યક્રમનું આયોજન કરાય છે જેમાં યુવાનોને માત્ર થીયરી ભણાવવાતી નથી પરંતુ પ્રકૃતિના સાનિધ્યમાં પ્રાયોગિક પ્રવૃત્તિઓ (Experiential Learning) દ્વારા તેમનામાં નેતૃત્વના ગુણો વિકસાવવાનું અને જીવનના દરેક ક્ષેત્રે સશક્ત અને જવાબદાર નાગરિક બનાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાય છે.

આ વર્ષે 10 દિવસીય એડવાન્સ સર્વ નેતૃત્વ કાર્યક્રમનું આયોજન 23 મે થી 1લી જૂન 2026 દરમિયાન કરાયું છે જેમાં સર્વ વિદ્યાલયની વિવિધ 17 કોલેજના 55 વિદ્યાર્થીઓ, 1 માસ્ટર ટ્રેનર અને 04 અધ્યાપકો આ યાત્રામાં જોડાયા છે. કાર્યક્રમમાં 30 વર્ષ કરતાં વધુ સમયનો બહોળો આંતરરાષ્ટ્રીય અનુભવ ધરાવનાર એક્ઝિક્યુટિવ કોચ અને લીડરશીપ ટ્રેનર હરેશ પટેલ દ્વારા પ્રકૃતિ અને પર્યાવરણ વચ્ચે અત્યંત શિસ્તબદ્ધ શેડ્યુલમાં સાહસિક પ્રવૃત્તિઓ, મેનેજમેન્ટ ગેમ્સ, વ્યક્તિત્વ વિકાસના સત્રો આધારિત તાલીમ અપાશે.

પ્રકૃતિની ગોદમાં મૂલ્યો આધારિત નેતૃત્વ અને જીવન ઘડતરની તાલીમનું આયોજન કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન સર્વ નેતૃત્વ સેલ વતી ડો. ધર્મેન્દ્ર પટેલ અને તેમના સહયોગી રાહુલ સુખડિયા, ડો. સેજલ આચાર્ય, તન્મય પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. સર્વ વિદ્યાલય કેળવણી મંડળના ચેરમેન અને કડી સર્વ વિશ્વવિદ્યાલયના પ્રેસિડેન્ટ વલ્લભ પટેલ તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી અને આ કાર્યક્રમ જીવનમાં નવી દિશા, સકારાત્મક વિચારસરણી અને નેતૃત્વના નવા આયામો સ્થાપિત કરે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande