
દમણ, 24 મે (હિ.સ.) : દમણના દુનેઠા વિસ્તારમાં શિવમ મિત્રમંડળ તથા મોહિની ફાઉન્ડેશન દ્વારા આયોજિત પવિત્ર શ્રીમદ ભાગવત કથામાં દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપ અધ્યક્ષ મહેશભાઈ અગરિયાએ ઉપસ્થિત રહી કથા શ્રવણ કર્યું હતું તેમજ આયોજકોને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે મહેશભાઈ અગરિયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે શ્રીમદ ભાગવત કથા માત્ર ધાર્મિક આયોજન નહીં પરંતુ ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર અને સમાજને એક સૂત્રમાં બાંધતું પવિત્ર માધ્યમ છે. આવા આધ્યાત્મિક કાર્યક્રમો સમાજમાં સકારાત્મક ઊર્જા, ભાઈચારો અને નૈતિક મૂલ્યોને મજબૂત બનાવવાનું કાર્ય કરે છે.
તેમણે આયોજન સમિતિ તથા વિસ્તારના લોકોની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે ધર્મ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા કાર્યક્રમો નવી પેઢીને ભારતીય પરંપરાઓ સાથે જોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
આ કાર્યક્રમમાં દમણ જિલ્લા ભાજપ અધ્યક્ષ ભરતભાઈ પટેલ, દમણ નગરપાલિકાના અધ્યક્ષા દીપિકાબેન ટંડેલ, કાઉન્સિલર પીયૂષ પટેલ, જિલ્લા ભાજપ મંત્રી ગણેશ ભંડારી, જિલ્લા પંચાયત સભ્ય અશોકભાઈ પટેલ, ભેંસરોલ ગ્રામ પંચાયતના સરપંચ સવિતાબેન પટેલ સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha