બંગાળના ફાલ્ટામાં મતગણતરીના બે તબક્કામાં ભાજપ 15,000 મતોથી આગળ, તૃણમૂલ ચોથા સ્થાને
કોલકાતા, 24 મે (હિ.સ.) : પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લામાં ફાલ્ટા વિધાનસભા બેઠક પર ફરીથી મતદાન માટે મતગણતરી રવિવારે સવારે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે શરૂ થઈ હતી. ભારતીય જનતા પાર્ટીએ શરૂઆતના વલણોમાં મોટી લીડ મેળવી છે. બીજા તબક્કાની મતગણતરી પૂર
BJP ahead by 15,000 votes in two phases of counting in West Bengal's Falta, Trinamool in fourth place


કોલકાતા, 24 મે (હિ.સ.) : પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લામાં ફાલ્ટા વિધાનસભા બેઠક પર ફરીથી મતદાન માટે મતગણતરી રવિવારે સવારે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે શરૂ થઈ હતી. ભારતીય જનતા પાર્ટીએ શરૂઆતના વલણોમાં મોટી લીડ મેળવી છે. બીજા તબક્કાની મતગણતરી પૂર્ણ થઈ ત્યાં સુધીમાં ભાજપના ઉમેદવાર દેવાંશુ પાંડે 15,000થી વધુ મતોથી આગળ હતા, જ્યારે તૃણમૂલ કોંગ્રેસ ચોથા સ્થાને પહોંચી ગઈ હતી.

ડાયમંડ હાર્બર વિમેન્સ યુનિવર્સિટી ખાતે મતગણતરી ચાલી રહી છે. મતગણતરી 19 ટેબલ પર 21 રાઉન્ડમાં થઈ રહી છે. કેન્દ્રીય દળોની દેખરેખ હેઠળ મતગણતરી ચાલી રહી છે. પોસ્ટલ બેલેટની ગણતરીમાં પણ ભાજપ સ્પષ્ટ રીતે આગળ છે. મતગણતરીના પ્રથમ તબક્કામાં ભાજપ લગભગ નવ હજાર મતોથી આગળ હતું. સીપીઆઈ (એમ) બીજા, કોંગ્રેસ ત્રીજા અને તૃણમૂલ કોંગ્રેસ ચોથા સ્થાને રહી હતી. નોંધનીય છે કે, તૃણમૂલના ઉમેદવાર જહાંગીર ખાને મતદાનના 48 કલાક પહેલા જ હરીફાઈમાંથી ખસી જવાની જાહેરાત કરી દીધી છે.

ભાજપ, સીપીઆઈ (એમ) અને કોંગ્રેસના મતગણતરી એજન્ટો મતગણતરી કેન્દ્ર પર હાજર છે, પરંતુ ટીએમસીનો કોઈ એજન્ટ કેન્દ્રમાં પહોંચ્યો નથી. ફાલ્ટા બેઠક પર 21 મે ના ફરીથી મતદાન થયું હતું. ચૂંટણી પંચ દ્વારા મોટા પાયે ધાંધલી અને ઇવીએમમાં છેડછાડના આરોપોને કારણે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી રદ કરવામાં આવી હતી. આ પછી અહીં ફરીથી મતદાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 207 બેઠકો જીતી લીધી છે. ફાલ્ટા બેઠક જીતવાથી પક્ષની સંખ્યા 208 પર પહોંચી જશે. શરૂઆતના વલણો ભાજપ છાવણીમાં ઉત્સાહનો માહોલ દર્શાવે છે.

હિન્દુસ્થાન સમાચાર/ઓમ પરાશર/મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande