ભાવનગરમાં હાથકાંપના જુગાર પર એલસીબીનો દરોડો : રૂ.58 હજારથી વધુ મુદ્દામાલ સાથે છ શખ્સ ઝડપાયા
ભાવનગર, 24 મે (હિ.સ.) : ભાવનગર શહેરમાં જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસે વધુ એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરચલીયા પરા વિસ્તારમાં હાથકાંપનો જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડતાં છ ઇસમોને ઝડપી પાડવામાં આ
ભાવનગર


ભાવનગર, 24 મે (હિ.સ.) : ભાવનગર શહેરમાં જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસે વધુ એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરચલીયા પરા વિસ્તારમાં હાથકાંપનો જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડતાં છ ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે પાંચ આરોપીઓ પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ સહિત કુલ રૂ.૫૮,૨૧૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

મળતી માહિતી મુજબ એલસીબી પોલીસ સ્ટાફ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે કરચલીયા પરા વિસ્તારમાં કોળી જ્ઞાતિની વાડી પાછળ આવેલા મકાન બહાર ગંજીપત્તાના પાનાં વડે હાથકાંપનો હારજીતનો જુગાર રમાડવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક રેઇડ ગોઠવી કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન અનેક લોકો જુગાર રમતા ઝડપાઈ ગયા હતા, જ્યારે કેટલાક શખ્સો અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા હતા.

પોલીસે ઇશ્વરભાઈ ચુડાસમા, નૌશાદ શેખ, કાનજી ઉર્ફે ગટીયો મેર, ભાવેશ ઉર્ફે કાળો મકવાણા, મનોજ ઉર્ફે ભીમો મકવાણા અને પંકજ ગૌસ્વામીને ઝડપી પાડ્યા છે. જ્યારે પ્રકાશ ઉર્ફે પકાદાદા ચુડાસમા, ગોપાલ ઉર્ફે કુકડી બારૈયા સહિત પાંચ આરોપીઓ હજુ ફરાર હોવાનું સામે આવ્યું છે.

દરોડા દરમિયાન પોલીસે ગંજીપત્તાના ૫૨ પાના, રોકડ રૂ.૫૨,૭૧૦, બે મોબાઇલ ફોન તથા જુગાર રમવા માટે ઉપયોગમાં લેવાતું રેકઝીન પાથરણું મળી કુલ રૂ.૫૮,૨૧૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ સમગ્ર મામલે ગંગાજળીયા પોલીસ સ્ટેશન ખાતે જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande