મહેસાણામાં સૂકો-ભીનો કચરો અલગ ન આપતા સ્વચ્છતા સર્વેક્ષણના ગુણાંકનમાં અસરની ભીતિ
મહેસાણા, 24 મે (હિ.સ.) : મહેસાણા મહાનગરપાલિકા દ્વારા એજન્સી મારફતે શહેરમાં ડોર-ટુ-ડોર કચરા સંગ્રહની કામગીરી નિયમિત રીતે ચાલી રહી છે, છતાં શહેરના મોટા ભાગના વિસ્તારોમાં લોકો સૂકો અને ભીનો કચરો અલગ અલગ રાખવાની પદ્ધતિનું પાલન કરતા નથી. પરિણામે સ્વચ્છત
મહેસાણામાં સૂકો-ભીનો કચરો અલગ ન આપતા સ્વચ્છતા સર્વેક્ષણના ગુણાંકનમાં અસરની ભીતિ


મહેસાણા, 24 મે (હિ.સ.) : મહેસાણા મહાનગરપાલિકા દ્વારા એજન્સી મારફતે શહેરમાં ડોર-ટુ-ડોર કચરા સંગ્રહની કામગીરી નિયમિત રીતે ચાલી રહી છે, છતાં શહેરના મોટા ભાગના વિસ્તારોમાં લોકો સૂકો અને ભીનો કચરો અલગ અલગ રાખવાની પદ્ધતિનું પાલન કરતા નથી. પરિણામે સ્વચ્છતા સર્વેક્ષણના ગુણાંકનમાં અસર પડવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.

સેનેટરી શાખાના સૂત્રોના જણાવ્યા મુજબ કચરો એકત્ર કરતી ગાડીઓમાં સૂકા કચરા માટે વાદળી અને ભીના કચરા માટે લીલા રંગના અલગ વિભાગ બનાવવામાં આવ્યા છે. તેમ છતાં લોકો એક જ ડસ્ટબિનમાં ભેગો કરેલો કચરો ગાડીઓમાં નાખી દે છે. સતત જાગૃતિ અભિયાન છતાં લોકોમાં આદત વિકસતી નથી. ઉપરાંત કચરો લેવા આવતી ગાડીઓમાં માત્ર ડ્રાઈવર અને મહિલા શ્રમિકો હોવાથી લોકો સાથે અસરકારક સંવાદ થતો નથી.

મહાનગરપાલિકામાં ભળેલા 19 ગામો અને ઓજી વિસ્તારોમાં હજુ સુધી અલગ ડસ્ટબિન આપવામાં આવ્યા નથી. જોકે રાધનપુર રોડ વિસ્તારની કેટલીક સોસાયટીઓમાં અલગ કચરો આપવાની શરૂઆત થઈ છે.

સ્વચ્છતા સર્વેક્ષણમાં સૂકા અને ભીના કચરાના અલગ સંગ્રહ માટે 500 ગુણ નક્કી કરાયા છે. હાલ ડમ્પિંગ સાઇટ પર કામદારો કચરો અલગ કરી ભીનો કચરો બાયોગેસ પ્લાન્ટ અને ઘન કચરો પ્રોસેસિંગ પ્લાન્ટમાં મોકલી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande